17મી ભારતીય સહકારી કૉંગ્રેસનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 01st, 11:05 am
મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન અમિત શાહ, રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી, ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા સહકારી સંઘોના તમામ સભ્યો, આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો, આપ સૌને સત્તરમા ભારતીય સહકારી મહાસંમેલન માટે ખૂબ ખૂબ અભિનંદન. હું આ સંમેલનમાં તમારું સૌનું સ્વાગત કરું છું, તમને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું
July 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના અવસરે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું હતું. 17મી ભારતીય સહકારી કૉંગ્રેસની મુખ્ય થીમ 'અમૃત કાલ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ' છે. શ્રી મોદીએ કોઓપરેટિવ માર્કેટિંગ અને કોઓપરેટિવ એક્સ્ટેન્શન અને સલાહકાર સેવાઓ પોર્ટલ માટેની ઇ-કોમર્સ વેબસાઇટનાં ઇ-પોર્ટલ્સનો પણ શુભારંભ કર્યો હતો.પ્રધાનમંત્રી 1લી જુલાઈએ 17મી ભારતીય સહકારી કોંગ્રેસને સંબોધિત કરશે
June 30th, 03:09 pm
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી જુલાઈના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કોંગ્રેસને સંબોધિત કરશે.