મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારી વાતચીત થઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
November 06th, 10:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી અને તેમની શાનદાર જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેઓ વિવિધ ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.પ્રધાનમંત્રીએ વિલ્મિંગ્ટન ડેલાવેરમાં યુએસએના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 22nd, 02:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેલાવેરમાં ક્વાડ સમિટ અંતર્ગત યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ બિડેન સાથે મુલાકાત કરી. એક વિશેષ ભાવ-ભંગિમા અંતર્ગત રાષ્ટ્રપતિ બિડેને વિલ્મિંગ્ટનમાં તેમના ઘરે બેઠકનું આયોજન કર્યું હતું.