ભારત-પોલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે કાર્યયોજના (2024-2028)
August 22nd, 08:22 pm
22 ઓગસ્ટ, 2024 ના રોજ વોરસોમાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન ભારત અને પોલેન્ડના વડા પ્રધાનો દ્વારા યોજાયેલી સર્વસંમતિના આધારે અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના દ્વારા રચાયેલા દ્વિપક્ષીય સહકારમાં ગતિને માન્યતા આપીને, બંને પક્ષો પાંચ વર્ષની એક્શન પ્લાન ઘડવા અને અમલમાં મૂકવા સંમત થયા હતા, જે વર્ષ 2024-2028 માં દ્વિપક્ષીય સહયોગને પ્રાથમિકતા તરીકે માર્ગદર્શન આપશે:ભારત- પોલેન્ડનું સંયુક્ત નિવેદન "વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના"
August 22nd, 08:21 pm
બંને પ્રધાનમંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઐતિહાસિક સંબંધોની સાથે લોકશાહી, સ્વતંત્રતા અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સહિયારા મૂલ્યો વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારીના કેન્દ્રમાં છે. તેમણે વધારે સ્થિર, સમૃદ્ધ અને સ્થાયી વિશ્વ માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકારને ગાઢ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
August 22nd, 03:00 pm
હું સુંદર શહેર વોર્સોમાં ઉષ્માભર્યું સ્વાગત, ઉદાર આતિથ્ય અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે પ્રધાનમંત્રી ટસ્કનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે લાંબા સમયથી ભારતના સારા મિત્ર છો. ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં તમે ઘણું મોટું યોગદાન આપ્યું છે.