ઓર્ડર ઓફ નાઇજરના ગ્રાન્ડ કમાન્ડરના એવોર્ડની સ્વીકૃતિ પર પ્રધાનમંત્રીનું ભાષણ

November 17th, 08:30 pm

હું નાઇજિરિયાના રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી મને સન્માનિત કરવા બદલ આપનો, સરકાર અને નાઇજિરીયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નમ્રતા અને આદર સાથે આ સન્માન સ્વીકારું છું. અને, હું આ સન્માન ભારતની 1.4 અબજ જનતાને અને ભારત અને નાઇજીરિયાની વચ્ચેની મજબૂત મૈત્રીને સમર્પિત કરું છું. આ સન્માન આપણને ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.

પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય પુરસ્કાર - “ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર”થી નવાજવામાં આવ્યા

November 17th, 08:11 pm

સ્ટેટ હાઉસ ખાતે એક સમારોહમાં ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયાના પ્રમુખ, મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-નાઈજીરિયા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અદભૂત યોગદાન અને તેમનાં રાજનીતિક કૌશલ્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર - ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર એનાયત કર્યો હતો. પુરસ્કારના પ્રશસ્તિ-પત્રમાં પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમના પરિવર્તનકારી શાસને બધા માટે એકતા, શાંતિ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવ્યું છે.