વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં “ક્રિએટિંગ અ શેર્ડ ફયુચર ઇન અ ફ્રેક્ચર્ડ વર્લ્ડ” વિષય પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનનાં વક્તવ્યનો મૂળપાઠ (23 જાન્યુઆરી 2018)

January 23rd, 05:02 pm

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને અત્યંત હર્ષની લાગણી થઈ રહી છે. સૌ પ્રથમ તો હું શ્રી ક્લૉઝ શ્વાબને તેમની આ પહેલ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમને એક સશક્ત અને વ્યાપક મંચ બનાવવા માટે ખૂબ સાધુવાદ આપું છું. તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી કાર્યસૂચિ છે જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવાનો. તેમણે આ કાર્યસૂચિને આર્થિક અને રાજકીય ચિંતનની સાથે અત્યંત મજબૂતીથી સાંકળી લીધી છે. સાથે સાથે અમારૂ ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું સ્વિત્ઝરલેન્ડ સરકાર તથા તેમના નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા માગું છું.