પ્રધાનમંત્રીએ સેન્ટ્રલ વિસ્ટા ખાતે સાપ્તાહિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે એક અનોખા સાંસ્કૃતિક દર્શન કલાંજલિની પ્રશંસા કરી
April 21st, 10:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા એક અનોખા સાંસ્કૃતિક દર્શન કલાંજલિની પ્રશંસા કરી છે જે અંતર્ગત દર સપ્તાહના અંતે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા, ઇન્ડિયા ગેટ ખાતે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
September 08th, 10:41 pm
આજના આ ઐતિહાસિક કાર્યક્રમ પર આખા દેશની નજર છે, તમામ દેશવાસીઓ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ દેશવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણમાં, મારા મંત્રીમંડળના સાથીદારો શ્રી હરદીપ પુરીજી, શ્રી જી. કિશન રેડ્ડીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, શ્રી કૌશલ કિશોરજી, પણ આજે મારી સાથે મંચ પર ઉપસ્થિત છે. દેશના અનેક મહાનુભાવ અતિથિઓ, પણ આજે અહીં ઉપસ્થિત છે.PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate
September 08th, 07:00 pm
PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.પ્રધાનમંત્રી શ્રી 8 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કરશે અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે
September 07th, 01:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 7 વાગ્યે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કરશે. તે અગાઉના રાજપથથી સત્તાનું પ્રતિક હોવાના કારણે કર્તવ્ય પથ તરફના પરિવર્તનનું પ્રતીક છે જે જાહેર માલિકી અને સશક્તીકરણનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ પગલાં અમૃતકાલમાં નવા ભારત માટે વડા પ્રધાનના બીજા 'પંચ પ્રાણ' સાથે સુસંગત છે: 'વસાહતી માનસિકતાના કોઈપણ નિશાનને દૂર કરો'.પ્રધાનમંત્રીશ્રી 23મી જૂને વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે અને નિર્યાત પોર્ટલ લોન્ચ કરશે
June 22nd, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી જૂન 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા 'વાણિજ્ય ભવન' પરિસરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી એક નવું પોર્ટલ - નિર્યાત (વેપારના વાર્ષિક વિશ્લેષણ માટે રાષ્ટ્રીય આયાત-નિકાસ રેકોર્ડ) પણ લોંચ કરશે - જે ભારતના વિદેશી વેપારને લગતી તમામ જરૂરી માહિતી મેળવવા માટે હિતધારકો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.ભારતીય સંસ્કૃતિની જીવંતતાએ હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષ્યા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 30th, 11:30 am
સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથેના પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
January 24th, 03:11 pm
Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી
January 24th, 11:53 am
Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.કેન્દ્રના બજેટની ગ્રામ વિકાસ ઉપર હકારાત્મક અસર અંગે વેબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 05:24 pm
Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું
January 23rd, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. નેતાજીની પ્રતિમાનું કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી એની જગાએ આ હૉલોગ્રામ પ્રતિમા રહેશે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની એક વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે આ પ્રતિમા એ જ સ્થાને અનાવરણ કરવામાં આવશે.નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની આખું વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
January 21st, 07:46 pm
મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી ઉજવવા અને આખું વર્ષ ચાલનારી ઉજવણીઓના ભાગરૂપે, સરકારે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. ગ્રેનાઇટથી બનેલી આ પ્રતિમા આપણી સ્વતંત્રતાની લડાઈમાં નેતાજીનાં અપાર યોગદાનની ઉચિત બિરદાવલી હશે અને તેમના પ્રતિ દેશની કૃતજ્ઞતાનું પ્રતીક હશે. પ્રતિમાનું કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી, નેતાજીની એક હૉલોગ્રામ પ્રતિમા એ જ સ્થળે વિદ્યમાન રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી જાન્યુઆરીએ સાંજે 6 કલાકે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.પ્રધાનમંત્રીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર હોવાનું કહ્યું
January 21st, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું ન હોવાથી એ પૂર્ણ થાય ત્યાં સુધી, પ્રધાનમંત્રી 23મી જાન્યુઆરી, 2022ના રોજ તેમની જન્મજયંતી પર તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.