પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે
February 04th, 12:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે, તેઓ તુમાકુરુ ખાતે નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે અને વિકાસલક્ષી વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.ઈન્ડીયા એનર્જી ફોરમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 26th, 05:22 pm
ઈન્ડીયા એનર્જી ફોરમ CERA વીકની ચોથી એડીશનમાં આપ સૌને હાજર રહેલા જોઈને મને અત્યંત આનંદ થાય છે. આ પ્રસંગે ડો. ડેનિયસ યારગીનને ઉર્જા ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ હું તેમને અભિનંદન પાઠવુ છું. હું તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા તેમના પુસ્તક “ન્યુ મેપ” બદલ પણ તેમને અભિનંદન પાઠવુ છું.પ્રધાનમંત્રીએ ચોથી ભારત ઉર્જા પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું
October 26th, 05:19 pm
પ્રધાનમંત્રીએ આજે ચોથા ભારત ઉર્જા મંચ CERA સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ સંસ્કરણની થીમ “પરિવર્તનની દુનિયામાં ભારતનું ઉર્જા ભવિષ્ય” છે.