ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વ્યાપાર સમજૂતીના વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારંભમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
April 02nd, 10:01 am
એક મહિનાથી પણ ઓછા સમયમાં આજે હું પોતાના મિત્ર સ્કોટની સાથે ત્રીજી વાર રૂબરૂ થયો છું. ગત સપ્તાહે અમારી વચ્ચે વર્ચ્યુઅલ સમિટમાં ખૂબ પ્રોડક્ટિવ ચર્ચા થઈ હતી. એ સમયે અમે અમારી ટીમને ઈકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત તુરંત સંપન્ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. અને મને ખૂબ ખુશી છે કે આજે આ મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થઈ રહ્યા છે. આ અસાધારણ ઉપલબ્ધિ માટે, હું બંને દેશોના ટ્રેડ મંત્રીઓ અને તેમના અધિકારીઓને હાર્દિક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર-“IndAus ECTA” પર હસ્તાક્ષરના સાક્ષી બન્યા
April 02nd, 10:00 am
ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (“IndAus ECTA”) પર ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઓસ્ટ્રેલિયા સરકારના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી શ્રી ડેન તેહાન દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી, H.E. સ્કોટ મોરિસનની હાજરીમાં એક વર્ચ્યુઅલ સમારોહમાં આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસને બીજી ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજી
March 21st, 06:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસને આજે બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજી હતી જે દરમિયાન તેઓએ બંને દેશો વચ્ચેના બહુવિધ સંબંધોની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.બીજી ભારત – ઑસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર મંત્રણાના પ્રારંભમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ટિપ્પણી
March 21st, 12:30 pm
હોળીના તહેવાર નિમિત્તે અને ચૂંટણીમાં થયેલા વિજય બદલ તમે પાઠવેલી શુભેચ્છાઓ બદલ હું આપનો આભારી છું.ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ
March 17th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કોટ મોરિસન 21 માર્ચ 2022ના રોજ બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજશે. આ સમિટ 4 જૂન 2020ના રોજ ઐતિહાસિક પ્રથમ વર્ચ્યુઅલ સમિટને અનુસરે છે જ્યારે સંબંધને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યો હતો.