ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે DefExpo22ના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 10:05 am
ગુજરાતની ધરતી પર મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના આ ઉત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દેશના વડા પ્રધાન તરીકે તમારું સ્વાગત કરવામાં જેટલું ગર્વ છે, તેટલું જ મને આ ગૌરવશાળી ધરતીના પુત્રો તરીકે તમારું સ્વાગત કરવામાં પણ ગર્વ છે. DefExpo-2022ની આ ઇવેન્ટ નવા ભારતનું એવું ભવ્ય ચિત્ર દોરે છે, જેનો ઠરાવ અમે અમૃતકલમાં લીધો છે. આમાં રાષ્ટ્રનો વિકાસ પણ છે, રાજ્યોની ભાગીદારી પણ છે. એમાં યૌવનની શક્તિ પણ છે, યુવાનીનાં સપનાં છે. યુવાની એ સંકલ્પ છે, યુવાની એ હિંમત છે, યુવાની પણ તાકાત છે. વિશ્વ માટે પણ આશા છે, મિત્ર દેશો માટે સહકારની ઘણી તકો છે.PM inaugurates DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat
October 19th, 09:58 am
PM Modi inaugurated the DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat. PM Modi acknowledged Gujarat’s identity with regard to development and industrial capabilities. “This Defence Expo is giving a new height to this identity”, he said. The PM further added that Gujarat will emerge as a major centre of the defence industry in the coming days.યુગાન્ડાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 25th, 01:00 pm
આ મહાન ગૃહને સંબોધિત કરવાનું આમંત્રણ મળવાથી હું ગૌરવની લાગણી અનુભવુ છું. મને અન્ય દેશનો સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. પરંતુ આ વિશેષ પ્રસંગ છે. આ સન્માન પ્રથમ વખત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીને મળ્યું છે. આ મારું નહીં, પણ મારી સાથે દેશનાં 125 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું. સભાપતિ મહોદયા, તમારી હાજરીથી મને મારી લોકસભા યાદ આવી ગઈ. અમારાં દેશમાં પણ લોકસભાનાં અધ્યક્ષ એક મહિલા જ છે. અહીં મને મોટી સંખ્યામાં યુવાન સાંસદો જોવા મળે છે. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં યુવોનોની વધતી ભાગીદારી સારી બાબત છે. જ્યારે પણ હું યુગાન્ડા આવું છું, ત્યારે હું આ ‘આફ્રિકાનાં મોતી’ સમાન રાષ્ટ્રથી મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ સૌંદર્ય, સંસાધનોની પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિનાં વારસાની ભૂમિ છે. હું અત્યારે ઇતિહાસ પ્રત્યે સચેત છું કે સૌથી મોટા લોકશાહી દેશનાં એક પ્રધાનમંત્રી હોવાનાં નાતે હું બીજા સંપ્રભુ રાષ્ટ્રનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરી રહ્યો છું. આપણો પ્રાચીન દરિયાઈ સંપર્ક, સંસ્થાનવાદી શાસનનાં અંધકાર યુગ, સ્વતંત્રતા માટે આપણો સહિયારો સંઘર્ષ, વિઘટિત વિશ્વમાં સ્વતંત્ર દેશો સ્વરૂપે આપણી તત્કાલીન અનિશ્ચિત દિશા, નવી તકોનો ઉદય અને આપણી યુવા પેઢીની આકાંક્ષા – બધું સહિયારું છે. આ બધા પરિબળો આપણને એક તાંતણે જોડે છે.મંત્રીમંડળે ભારત-આફ્રિકા ફોરમ શિખર સંમેલન (IAFS-III) ની વચનબદ્ધતાનાં અમલીકરણ માટે આફ્રિકામાં મિશન સ્થાપિત કરવા માટે મંજૂરી આપી
March 21st, 09:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 2018 થી 2021 દરમિયાનના આગામી ચાર વર્ષના સમયગાળામાં આફ્રિકામાં ભારતનાં નવા 18 મિશન શરૂ કરવાની મંજૂરી આપી હતી.