પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી
March 12th, 03:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી
March 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવ કાર્યક્રમ શરૂ થયો: પ્રધાનમંત્રી
March 12th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘પદયાત્રા’ (સ્વતંત્રતા માર્ચ) ને રવાના કરશે.પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' સંબંધિત પ્રવૃત્તિઓનો શુભારંભ કરાવશે
March 11th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમથી 'પદયાત્રા' (સ્વતંત્રતાની કૂચ)નો પ્રારંભ કરાવશે અને 'આઝાદી કા અમૃત મહોત્સવ' (India@75) અંતર્ગત વિવિધ પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે India@75 ની ઉજવણી માટે વિવિધ અન્ય સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલનો પણ પ્રારંભ કરાવશે અને સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે. સવારે 10:30 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.