મધ્યપ્રદેશ રોજગાર મેળા દરમિયાન પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 21st, 12:15 pm
આજે તમે બધા આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી સાથે તમારી જાતને જોડી રહ્યા છો. આ વખતે મેં લાલ કિલ્લા પરથી વિગતવાર વાત કરી છે કે દેશના વિકાસમાં રાષ્ટ્રીય પાત્ર કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતની ભાવિ પેઢીને ઘડવાની, તેમને આધુનિકતામાં ઘડવાની અને તેમને નવી દિશા આપવાની જવાબદારી તમારા બધાની છે. મધ્યપ્રદેશની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક પામેલા સાડા પાંચ હજારથી વધુ શિક્ષક ભાઈઓ અને બહેનોને હું મારી શુભેચ્છા પાઠવું છું. મને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં એમપીમાં લગભગ 50 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર પણ અભિનંદનને પાત્ર છે.પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું
August 21st, 11:50 am
આ પ્રસંગે એકત્ર લોકોને સંબોધન કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે લોકોને નિમણૂકપત્રો મળ્યાં છે તેઓ આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી અદા કરવા સામેલ થયા છે. લાલ કિલ્લા પરથી દેશનાં વિકાસમાં રાષ્ટ્રીય ચરિત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિગતવાર જાણકારી આપતાં પોતાનાં સંબોધન પર પ્રકાશ ફેંકીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આજે જે તમામ લોકોને રોજગારીઓ મળી છે તેઓ ભારતની ભવિષ્યની પેઢીઓને ઘડવાની, તેમની માનસિકતાને આધુનિક બનાવવાની અને તેમને એક નવી દિશા આપવાની જવાબદારી ધરાવશે. તેમણે આ રોજગાર મેલા દરમિયાન આજે મધ્યપ્રદેશની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક થયેલા 5,500થી વધારે શિક્ષકોને તેમની શ્રેષ્ઠ શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, છેલ્લાં 3 વર્ષ દરમિયાન મધ્યપ્રદેશમાં આશરે 50,000 શિક્ષકોની ભરતી થઈ છે અને હું આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ બદલ રાજ્ય સરકારને અભિનંદન આપું છું.કટકમાં ઈનકમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (આઈટીએટી)ના ઓફિસ તથા રહેણાંકના અદ્યતન સંકુલના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 11th, 05:01 pm
ઓડિશાના મુખ્યમંત્રી, અમારા વરિષ્ઠ સાથીદાર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી રવિશંકર પ્રસાદજી, ઓડિશાની ધરતીના જ સંતાન અને મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાનજી, ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્લુનલના પ્રેસિડેન્ટ માનનીય ન્યાયાધીશ પી. પી. ભટ્ટજી, ઓડિશાના સંસદ સભ્યો, ધારાસભ્યો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને સાથીઓ.India has Moved from Tax-Terrorism to Tax-Transparency: Prime Minister
November 11th, 05:00 pm
Prime Minister Shri Narendra Modi inaugurated Office-cum-Residential Complex of Cuttack Bench of Income Tax Appellate Tribunal through video conference today. Speaking on the occasion, the Prime Minister said this bench would now provide modern facilities not only to Odisha, but to millions of taxpayers of Eastern and North Eastern India and help in disposing off all the pending cases in this region.પ્રધાનમંત્રી આવકવેરા અપીલ ટ્રિબ્યુનલની કટક બેંચના ઓફિસ તથા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરશે
November 09th, 08:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 નવેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજે 4:30 કલાકે કટક ખાતે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (આઇટીએટી) ના અત્યાધુનિક ઓફિસ તથા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી, ઓડિસાના મુખ્યમંત્રી, મુખ્ય ન્યાયાધીશ અને ઓરિસ્સા હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે. આ પ્રસંગે, આઇટીએટી પર ઇ-કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.