વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા અંતર્ગત 71,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 23rd, 11:00 am

હું હમણાં જ કુવૈતથી મોડી રાત્રે પાછો આવ્યો છું… ત્યાં મેં ભારતીય યુવાનો અને વ્યાવસાયિકો સાથે લાંબી મુલાકાત કરી અને ઘણી બધી વાતચીત કરી. હવે અહીં આવ્યા બાદ મારો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. આ ખૂબ જ સુખદ સંયોગ છે. આજે, દેશના હજારો યુવાનો માટે, તમારા બધા માટે જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે. તમારું વર્ષો જૂનું સપનું પૂરું થયું, વર્ષોની મહેનત સફળ થઈ. 2024નું આ પસાર થતું વર્ષ તમને અને તમારા પરિવારના સભ્યોને નવી ખુશીઓ આપવાનું છે. હું તમને બધા યુવાનો અને તમારા પરિવારને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત 71,000થી વધુ કર્મચારીઓને નિમણૂંક પત્રો વિતરિત કર્યાં

December 23rd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 71,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને સશક્ત બનાવશે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે મોડી રાત્રે કુવૈતથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે ભારતીય યુવાનો અને વ્યાવસાયિકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. અને આ એક ખૂબ જ સુખદ સંયોગ છે કે પાછા ફર્યા પછી, તેમનો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દેશના હજારો યુવાનો માટે એક નવી શરૂઆત છે. તમારાં વર્ષોનાં સપનાં સાકાર થયાં છે, વર્ષોની મહેનતનું ફળ મળ્યું છે. 2024નું આ વિદાય થઈ રહેલું વર્ષ તમારા માટે નવી ખુશીઓ લઈને આવી રહ્યું છે. હું તમને બધાને અને તમારા પરિવારોને મારા હાર્દિક અભિનંદન આપું છું.

દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

November 21st, 02:15 am

મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.

બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન

November 21st, 02:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.

રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

October 28th, 01:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો

October 19th, 06:57 pm

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રી 19 ઓક્ટોબરના રોજ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે

October 18th, 11:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે.

રોજગાર મેળા અંતર્ગત 51,000 કરતાં વધુ નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

November 30th, 04:30 pm

દેશના લાખો યુવાનોને ભારત સરકાર દ્વારા નોકરીઓ આપવાનું અભિયાન એકધારું ચાલી રહ્યું છે. આજે 50 હજાર કરતાં વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ નિમણૂક પત્ર તમારા પરિશ્રમ અને પ્રતિભાનું પરિણામ છે. હું આપને અને આપના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ રોજગાર મેળાને સંબોધન કર્યું

November 30th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને આશરે 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ થયેલા આ ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં સામેલ થશે, જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલય સામેલ છે.

સરકારી વિભાગોમાં નવી નિમણૂક પામેલાઓને 51000+ નિમણૂક પત્રોના વિતરણ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 28th, 11:20 am

દેશની આઝાદીના રક્ષક અને કરોડો લોકોના અમૃત સમાન બનવા બદલ આઝાદીના આ અમૃતમાં આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મેં તમને અમૃત રક્ષક એટલા માટે કહ્યા છે કારણ કે આજે જે યુવાનોને નિમણૂક પત્ર મળી રહ્યા છે તેઓ દેશની સેવા કરવાની સાથે સાથે દેશના નાગરિકોની પણ રક્ષા કરશે. તેથી જ એક રીતે તમે આ અમૃતના લોકો છો અને અમૃતના રક્ષક પણ છો.

પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

August 28th, 10:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાં ૪૫ સ્થળોએ રોજગાર મેળો યોજાયો હતો. રોજગાર મેળાના આ કાર્યક્રમ દ્વારા ગૃહ મંત્રાલય વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં જવાનોની ભરતી કરી રહ્યું છે, જેમ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ), શાશ્વત સીમા બાલ (એસએસબી), આસામ રાઇફલ્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ), ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) તેમજ દિલ્હી પોલીસનો સમાવેશ થાય છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતી મેળવનારાઓ ગૃહ મંત્રાલય હેઠળની વિવિધ સંસ્થાઓમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી), સબ-ઇન્સ્પેક્ટર (જનરલ ડ્યુટી) અને નોન-જનરલ ડ્યુટી કેડર પોસ્ટ્સ જેવા વિવિધ હોદ્દાઓ પર જોડાશે.