નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) સંકુલના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 11:28 pm

આજે, મારા હૃદયના ઊંડાણથી, હું 'ભારત મંડપમ' ના નિર્માણ સાથે જોડાયેલા દરેક મજૂર, ભાઈ અને બહેનને અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું. આજે સવારે મને આ તમામ કાર્યકરોને મળવાનો અવસર મળ્યો, મને આપણા આ કાર્યકરોનું સન્માન કરવાનો લહાવો મળ્યો. તેમની મહેનત જોઈને આજે આખું ભારત આશ્ચર્યચકિત છે, ભારત આશ્ચર્યચકિત છે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્‌ઘાટન કર્યું

July 26th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે જી-20ના સિક્કા અને જી-20 સ્ટેમ્પનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રી ડ્રોન મારફતે હાથ ધરવામાં આવેલાં કન્વેન્શન સેન્ટરનાં 'ભારત મંડપમ્‌' તરીકેનાં નામકરણ સમારંભના પણ સાક્ષી બન્યા હતા અને આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ તેમણે નિહાળ્યો હતો. પ્રધાનમંત્રીનાં વિઝનથી આશરે રૂ. 2700 કરોડના ખર્ચે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલું, પ્રગતિ મેદાનમાં આ નવું આઇઇસીસી સંકુલ ભારતને વૈશ્વિક બિઝનેસ સ્થળ તરીકે પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.