પીએમએ સહાયક સચિવ તરીકે નિયુક્ત 2022 બેચના તાલીમાર્થી IAS અધિકારીઓ સાથે વાતચીત કરી

July 11th, 07:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવો તરીકે જોડાયેલા આઈએએસ 2022ની બેચના 181 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ આસિસ્ટન્ટ સેક્રેટરી પ્રોગ્રામ, 2022નાં સમાપન સત્રમાં 2020ની બેચના આઈએએસ અધિકારીઓને સંબોધન કર્યું

October 06th, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સહાયક સચિવ કાર્યક્રમ, 2022નાં સમાપન સત્રમાં 2020ની બેચના આઈએએસ અધિકારીઓને સંબોધન કર્યું હતું.

જર્મનીમાં બર્લિન ખાતે પ્રધાનમંત્રીના સામુદાયિક સ્વાગત પ્રસંગે તેમના પ્રવચનનો મૂળપાઠ

May 02nd, 11:51 pm

ભારત માતા કી જય! નમસ્કાર! મારૂં એ સૌભાગ્ય છે કે મને મા ભારતીના સંતાનોને આજે જર્મનીમાં આવીને મળવાની તક પ્રાપ્ત થઈ છે. આપ સૌને મળતાં ખૂબ સારૂં લાગી રહ્યું છે. તમારામાંથી ઘણાં લોકો જર્મનીના અલગ અલગ શહેરોમાંથી અહીં બર્લિન પહોંચ્યા છો. આજે સવારે મને મોટી મૂંઝવણ એ હતી કે અહિંયા ઠંડીની મોસમ છે અને ભારતમાં વર્તમાન સમયમાં ખૂબ જ ગરમી પડી રહી છે. આ દિવસોમાં નાના નાના બાળકો પણ સવારના સાડા ચાર કલાકે આવી ગયા હતા. તમારો આ પ્રેમ, તમારા આશીર્વાદ એ મારી ખૂબ મોટી તાકાત બની રહે છે. હું જર્મનીમાં અગાઉ પણ આવ્યો છું. તમારામાંથી ઘણાં લોકોને અગાઉ પણ મળી ચૂક્યો છું.

જર્મનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

May 02nd, 11:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનના થિયેટર એમ પોટ્સડેમર પ્લેટ્ઝ ખાતે જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીમાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના 1600થી વધુ સભ્યો જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે તેઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ જર્મનીના અર્થતંત્ર અને સમાજમાં તેમના યોગદાનની નોંધ લીધી અને તેમને વૈશ્વિક સ્તરે ભારતીય ઉત્પાદનોનો પ્રચાર કરીને ભારતની વૉકલ ફોર લોકલ પહેલમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.

LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના વેલેડિક્ટરી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 17th, 12:07 pm

આપ સૌ યુવા સાથીઓને ફાઉન્ડેશન અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે હોળીનો તહેવાર છે. હું તમામ દેશવાસીઓને, આપ સૌને, એકેડમીના લોકોને તથા આપના પરિવારજનોને હોળીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને આનંદ છે કે આજે તમારી એકેડમી દ્વારા, સરદાર વલ્લભભાઈ પટેલ જી, લાલ બહાદુર શાસ્ત્રી જીને સમર્પિત પોસ્ટલ સર્ટિફિકેટ પણ જારી કરવામાં આવ્યા છે.

LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું

March 17th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું અને સુધારેલા હેપ્પી વેલી કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

PM 17મી માર્ચે LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કરશે

March 16th, 09:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી માર્ચે બપોરે 12 વાગ્યે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને સુધારેલ હેપ્પી વેલી કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.

ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ

September 18th, 10:31 am

ગોવાના ઉર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ગોવાના સપૂત શ્રીપાદ નાયકજી, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારાં સાથી ડોકટર ભારતી પવારજી ગોવાના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અન્ય લોક પ્રતિનિધિઓ, તમામ કોરોના વૉરિયર, ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

September 18th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં પુખ્ત વયના લોકોની વસ્તીમાં તમામ 100% લોકોને કોવિડ-19ના રસીના પ્રથમ ડોઝ હેઠળ આવરી લેવાની સિદ્ધિના પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ-19 વિરોધી રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આઈપીએસ પ્રોબેશનર્સની ‘દીક્ષાંત પરેડ’માં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 04th, 11:07 am

દીક્ષાંત પરેડ સમારંભમાં હાજર કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી અમિત શાહજી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, જી. કિશન રેડ્ડીજી, સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના અધિકારી ગણ અને યુવા જોશથી ભારતીય પોલીસ સેવાનુ નેતૃત્વ પૂરૂ પાડવા માટે સજજ 71 આર આરના મારા તમામ યુવાન સાથીદારો.

પ્રધાનમંત્રીએ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો

September 04th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVP NPA) ખાતે ‘દીક્ષાંત પરેડ કાર્યક્રમ’ દરમિયાન આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી ભારતીય પોલીસ સેવાના પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

September 03rd, 05:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એસવીપી એનપીએ) ખાતે યોજાનાર દીક્ષાંત પરેડ સમારોહમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે.

હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં પ્રધાન મંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 10:14 am

સાથીઓ, કલમ-370 દૂર કરવાનો નિર્ણય રાજનૈતિક દ્રષ્ટિએ ભલે મુશ્કેલ જણાતો હોય, પણ અમે જમ્મુ- કાશ્મીર અને લદાખના લોકોના વિકાસ માટે કરવા અને તેમની અંદર એક નવી આશા જગાવવા માટે, મુસ્લિમ બહેનોને ત્રણ તલ્લાકના ડંખથી મુક્તિ અપાવવા માટે, દેશના લાખો પરિવારોના બહેતર ભવિષ્યનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે.

પ્રધાનમંત્રીએ હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટને સંબોધન કર્યું

December 06th, 10:00 am

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશે પ્રગતિ કરવા માટે એના સંસાધનોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોનું સંરક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”નાં મંત્ર સાથે વર્તમાન પડકારો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરી રહી છે.

કેવડિયા ખાતે સનદી સેવાઓના તાલીમાર્થીઓને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 31st, 04:51 pm

કેવડિયામાં સરદાર સરોવર બંધની નજીક સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં આજની સાંજનો અનુભવ અદ્દભૂત છે અને આજીવન સ્મરણમાં રહે તેવો છે. હજુ હમણાં જ આપણે સરદાર સાહેબનો અવાજ, તેમનો સંદેશ સાંભળ્યો, જે આપણાં અંતર મનને સીધો સ્પર્શી જાય તેવો છે.

“સેવા પરમો ધર્મ”ને નાગરિક સેવાઓનો મંત્ર બનાવવો જોઇએઃ પ્રધાનમંત્રી

October 31st, 04:50 pm

આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 430થી વધુ મુલ્કી સેવાના પ્રોબેશનર્સ, અધિકારીઓ અને અન્ય લોકોને સંબોધન કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ અમલદારશાહીમાંકનિષ્ઠ-વરિષ્ઠની વિચારસરણીથી ઉપર ઉઠી એક સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું

October 31st, 03:53 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે 94મા નાગરિક સેવા ફાઉન્ડેશન કોર્સના 430 તાલિમાર્થી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેનું આયોજન કાર્મિક અને તાલિમ વિભાગ તથા લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી, મસૂરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સહાયક સચિવોના વિદાય સમારંભની અધ્યક્ષતા કરીઃ 2017ની બેચના આઇએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યુ

October 01st, 03:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે સહાયક સચિવો (2017આઇએએસ બેંચ)ના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ સહાયક સચિવો (2017 બેચના આઇએએસ અધિકારીઓ)ના પ્રારંભિક સત્રને સંબોધન કર્યું

July 02nd, 06:57 pm

પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ષ 2017ની બેચનાં લગભગ 160 યુવાન આઈએએસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ અધિકારીઓની તાજેતરમાં ભારત સરકારમાં સહાયક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સહાયક સચિવોનાં કાર્યક્રમનું સમાપન સત્રઃ વર્ષ 2016ની બેચનાં આઈએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું

September 27th, 06:56 pm

સહાયક સચિવ કાર્યક્રમનાં સમાપન સત્રમાં આજે નવી દિલ્હીમાં વર્ષ 2016ની બેચનાં આઈએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.