પ્રધાનમંત્રીએ હુલ દિવસના અવસર પર આદિવાસી નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 30th, 02:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ સામ્રાજ્યના અત્યાચારો સામે તેમના સ્વાભિમાન અને બહાદુરી માટે સિદ્ધુ-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા આદિવાસી નાયકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે હુલ દિવસ એ આપણા આદિવાસી સમાજના અજોડ સાહસ, સંઘર્ષ અને બલિદાનને સમર્પિત એક મહાન પ્રસંગ છે.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.