કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 12th, 04:01 pm

આ વર્ષની શરૂઆતમાં પણ મને હુબલીની આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. હુબલીનાં મારાં વહાલાં ભાઈઓ અને બહેનોએ જે રીતે રસ્તાના કિનારે ઊભા રહીને મને આશીર્વાદ આપ્યાં, એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકું નહીં, આટલો પ્રેમ, આટલો આશીર્વાદ. વીતેલા સમયમાં મને કર્ણાટકના ઘણા વિસ્તારોની મુલાકાત લેવાની તક મળી છે. બેંગલુરુથી લઈને બેલાગાવી સુધી, કલબુર્ગીથી લઈને શિમોગા સુધી, મૈસૂરથી લઈને તુમકુરુ સુધી, કન્નડિગા લોકોએ મને જે પ્રકારનો સ્નેહ આપ્યો છે, પોતીકાંપણું આપ્યું છે, એક એકથી ચઢિયાતો આ તમારો પ્રેમ, તમારા આશીર્વાદ અભિભૂત કરનારાં છે. તમારો આ સ્નેહ મારા પર એક બહુ મોટું ઋણ છે, કરજ છે અને હું કર્ણાટકની જનતાની સતત સેવા કરીને આ ઋણ ચૂકવીશ. કર્ણાટકમાં દરેક વ્યક્તિનું જીવન સુખી બને, અહીંના નવયુવાનોને આગળ વધવાની, રોજગારીની નવી તકો સતત મળતી રહે, અહીંની બહેન-દીકરીઓ વધુ સશક્ત બને, એ દિશામાં અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભાજપની ડબલ એન્જિનની સરકાર કર્ણાટકના દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક નગરના સંપૂર્ણ વિકાસ માટે ઇમાનદારીથી પ્રયાસો કરી રહી છે. આજે ધારવાડની આ ધરા પર વિકાસની એક નવી ધારા નીકળી રહી છે. વિકાસની આ ધારા હુબલી, ધારવાડની સાથે જ સમગ્ર કર્ણાટકનાં ભવિષ્યને સીંચવાનું કામ કરશે, તેને પુષ્પિત અને પલ્લવિત કરવાનું કામ કરશે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું

March 12th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવેલી વિવિધ પરિયોજનાઓમાં IIT ધારવાડનો સમાવેશ થાય છે જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા જ ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત, શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ નવનિર્મિત રેલ્વે પ્લેટફોર્મ કે જેની લંબાઇ 1507 મીટર હોવાથી તેને તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે, આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટેના હોસાપેટે - હુબલી - તિનાઇઘાટ સેક્શનનું વિદ્યુતીકરણ અને હોસાપેટે સ્ટેશનનું અપગ્રેડેશનની કામગીરીનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે જયદેવ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, ધારવાડ મલ્ટી વિલેજ પાણી પુરવઠા યોજના અને તુપ્પરીહલ્લા ફ્લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રી 12મી માર્ચે કર્ણાટકમાં માંડ્યા અને હુબલી-ધારવાડની મુલાકાત લેશે

March 10th, 01:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે જ્યાં તેઓ લગભગ રૂ. 16,000 કરોડની કિંમતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી મંડ્યામાં મુખ્ય માર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:15 વાગે, તેઓ હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

કર્ણાટકનાં હુબલીમાં 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 12th, 04:30 pm

કર્ણાટકનો આ પ્રદેશ પોતાની પરંપરા, સંસ્કૃતિ અને જ્ઞાન માટે પ્રસિદ્ધ છે. અહીંની અનેક હસ્તીઓને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ક્ષેત્રએ દેશને એક એકથી ચઢિયાતા મહાન સંગીતકારો આપ્યા છે. હુબલીની ધરતી પર આવીને આજે પંડિત કુમાર ગંધર્વ, પંડિત બસવરાજ રાજગુરુ, પંડિત મલ્લિકાર્જુન માનસુર, ભારતરત્ન પંડિત ભીમસેન જોશી અને પંડિત ગંગુબાઈ હંગલજીને હું નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલીમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

January 12th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હુબલી ખાતે 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય યુવા દિવસ પર યોજવામાં આવી રહ્યો છે, જે સ્વામી વિવેકાનંદના આદર્શો, ઉપદેશો અને યોગદાનને સન્માનિત કરવા અને તેમની પ્રશંસા કરવા માટે તેમની જન્મજયંતિના રોજ ઉજવવામાં આવે છે. આ મહોત્સવની થીમ ‘વિકસિત યુવા - વિકસિત ભારત’ રાખવામાં આવી છે અને તે દેશના તમામ ભાગોમાંથી વિવિધ સંસ્કૃતિઓને એક સમાન મંચ પર લાવે છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનામાં સહભાગીઓને એકાજૂથ કરે છે.