પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રોજગાર મેળા ખાતે આપેલા વીડિયો સંદેશનો મૂળપાઠ
October 30th, 10:01 am
આજે, જમ્મુ અને કાશ્મીરના તેજસ્વી યુવાનો માટે, આપણા દીકરાઓ અને દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ જગ્યાએ સરકારમાં કામ કરવા માટે 3,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. આ નવયુવાનોને PWD, આરોગ્ય વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પશુપાલન, જલ શક્તિ, શિક્ષણ- સંસ્કૃતિ જેવા વિવિધ વિભાગોમાં સેવા કરવાનો અવસર પ્રાપ્ત થવા જઇ રહ્યો છે. આજે નિમણૂત પત્ર મેળવી રહેલા તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ રોજગાર મેળાનું આયોજન કરવા બદલ હું શ્રી મનોજ સિંહાજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. મને જાણ કરવામાં આવી છે કે, આવનારા દિવસોમાં અન્ય વિભાગોમાં પણ 700થી વધુ નિમણૂક પત્રો આપવાની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જે લોકોને આનો લાભ મળવાનો છે અને તે પણ થોડા દિવસોમાં થઇ જશે માટે તેમને પણ હું અગાઉથી મારી શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીર રોજગાર મેળાને સંબોધન કર્યું
October 30th, 10:00 am
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આજે જમ્મુ અને કાશ્મીરના તેજસ્વી યુવાનો માટે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ગણાવ્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ સ્થળોએ સરકારમાં કામ કરવા માટે નિમણૂક પત્રો મેળવનાર તમામ ત્રણ હજાર યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ યુવાનોને પીડબલ્યુડી, આરોગ્ય વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પશુપાલન, જલ શક્તિ અને શિક્ષણ-સંસ્કૃતિ જેવા વિવિધ વિભાગોમાં સેવા આપવાની તકો મળશે તેવી માહિતી તેમણે આપી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં 700થી વધુ નિમણૂક પત્રો આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.પ્રધાનમંત્રી શ્રીએ 'સ્વસ્થ ભારતના 8 વર્ષ'ની વિગતો શેર કરી
June 08th, 01:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં હેલ્થકેર સેક્ટરને મજબૂત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો શેર કરી છે.કોવિડ-19 અગ્રહરોળના કાર્યકરો માટેના કસ્ટમાઈઝ ક્રેશ કોર્સ પ્રોગ્રામના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 18th, 09:45 am
કોરોના વિરૂધ્ધના મહાયુધ્ધમાં આજે એક મહત્વના અભિયાનના આગળના ચરણનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન દેશમાં હજારો પ્રોફેશનલ્સ કૌશલ્ય વિકાસના અભિયાન સાથે જોડાયા. આ પ્રયાસને કારણે દેશમાં કોરોના સામે મુકાબલા કરવામાં દેશને મોટી તાકાત મળી. હવે કોરોનાની બીજી લહેર પછી, જે અનુભવો મળ્યા છે, તે અનુભવો આજના આ કાર્યક્રમનો મુખ્ય આધાર બન્યા છે. કોરોનાની બીજી લહેરમાં આપણા લોકોએ જોયું કે કોરોના વાયરસનું બદલાવુ અને વારંવાર સ્વરૂપ બદલવું તે આપણી સામે કેવા પ્રકારના પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હાલમાં પણ છે જ, અને જ્યાં સુધી એ છે, ત્યાં સુધી એના મ્યુટન્ટ હોવાની સંભાવના પણ રહે છે ત્યાં સુધી આપણે દરેક ઈલાજ, દરેક સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે દેશની તૈયારીઓને વધુ વધારવાની રહેશે. આ લક્ષ્ય સાથે આજે દેશમાં 1 લાખથી પણ વધુ કોરોના અગ્રહરોળના કાર્યકરો તૈયાર કરવાનુ મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે.કોવિડ 19ના અગ્રહરોળના કાર્યકરો માટે પ્રધાનમંત્રીએ ‘કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો
June 18th, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘ કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ફ્રન્ટલાઇન વર્કર્સ’નો શુભારંભ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. આ પહેલ હેઠળ આશરે એક લાખ જેટલા કોવિડ-19 માટેના અગ્રહરોળના કાર્યકરો- ફ્રન્ટલાઇન વર્કર્સને તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને બીજા ઘણા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મંત્રીઓ, નિષ્ણાતો અને અન્ય હિતધારકો પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 18 જૂનના રોજ ‘કોવિડ-19 ફ્રાન્ટલાઈન વર્કર્સ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ લોન્ચ કરશે
June 16th, 02:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જૂન, 2021ના રોજ સવારે 11 કલાકે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ‘કોવિડ-19 ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’નો શુભારંભ કરશે. આ કાર્યક્રમની શરૂઆત 26 રાજ્યોમાં ફેલાયેલા 111 તાલીમ કેન્દ્રોમાં થશે. શુભારંભ બાદ પ્રધાનમંત્રી સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યમિતા મંત્રી પણ ઉપસ્થિત રહેશે.