લોકોએ 'મન કી બાત' માટે જે સ્નેહ દર્શાવ્યો છે તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી
May 28th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
May 24th, 06:41 am
ઓસ્ટ્રેલિયાની મારી મુલાકાત દરમિયાન મને અને મારા પ્રતિનિધિમંડળને આપવામાં આવેલ આતિથ્ય અને સન્માન માટે હું ઓસ્ટ્રેલિયાના લોકો અને પ્રધાનમંત્રી અલ્બેનીઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા મિત્ર પ્રધાનમંત્રી અલ્બેનીઝની ભારત મુલાકાતના બે મહિનામાં હું ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઈ રહ્યો છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી છઠ્ઠી બેઠક છે.Prime Minister’s visit to the Hiroshima Peace Memorial Museum
May 21st, 07:58 am
Prime Minister Shri Narendra Modi joined other leaders at G-7 Summit in Hiroshima to visit the Peace Memorial Museum. Prime Minister signed the visitor’s book in the Museum. The leaders also paid floral tributes at the Cenotaph for the victims of the Atomic Bomb.યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
May 20th, 07:57 pm
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે યુક્રેનના સંઘર્ષની સમગ્ર વિશ્વ પર નોંધપાત્ર અસર પડી છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના માટે આ રાજકીય કે આર્થિક મુદ્દો નથી પરંતુ માનવતા, માનવીય મૂલ્યોનો મુદ્દો છે.QUAD લીડર્સ સમિટમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક નિવેદનનો મૂળપાઠ
May 20th, 05:16 pm
મિત્રોની વચ્ચે આજે આ ક્વાડ સમિટમાં ભાગ લેતા મને આનંદ થાય છે. ક્વાડ ગ્રૂપિંગે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. આપણે એકમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર પ્રદેશ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. સહિયારા લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત રચનાત્મક કાર્યસૂચિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.પ્રધાનમંત્રીની ક્વાડ લીડર્સ સમિટમાં સહભાગિતા
May 20th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 મે 2023ના રોજ જાપાનના હિરોશિમામાં ત્રીજી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ બિડેન સાથે ભાગ લીધો હતો.ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
May 20th, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોન સાથે 20 મે 2023ના રોજ હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી.જાપાની હસ્તીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
May 20th, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G-7 સમિટ માટે હિરોશિમાની તેમની મુલાકાત દરમિયાન અગ્રણી જાપાની હસ્તીઓ ડૉ. ટોમિયો મિઝોકામી અને સુશ્રી હિરોકો તાકાયામા સાથે મુલાકાત કરી, જેમણે તેમના વ્યવસાયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.પ્રધાનમંત્રીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું
May 20th, 08:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 મે 2023ના રોજ જાપાનના હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.PM Modi arrives in Hiroshima, Japan
May 19th, 05:23 pm
Prime Minister Narendra Modi arrived in Hiroshima, Japan. He will attend the G7 Summit as well hold bilateral meetings with PM Kishida of Japan and other world leaders.જાપાનના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ સ્ટેટમેન્ટ
March 20th, 12:30 pm
શરૂઆતમાં, હું પ્રધાનમંત્રી કિશિદા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી કિશિદા અને હું છેલ્લા એક વર્ષમાં ઘણી વખત મળ્યા છીએ. અને દરેક વખતે, મેં ભારત-જાપાન સંબંધો પ્રત્યે તેમની સકારાત્મકતા અને પ્રતિબદ્ધતા અનુભવી છે. અને તેથી, તેમની આજની મુલાકાત અમારા સહકારની ગતિ જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી થશે.PM pays homage to all those who lost their lives in Hiroshima bombings, during the World War-II
August 06th, 10:37 am