નવી દિલ્હીમાં 21મી હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

November 04th, 07:30 pm

સૌ પ્રથમ તો હું તમારી સહુની માફી માંગું છું, કારણ કે હું ચૂંટણીના પ્રચારમાં હતો એટલે ત્યાંથી અહીં પહોંચવામાં થોડું મોડું થઈ ગયું છે. પણ તમારી વચ્ચે સીધો હવાઈમથક પરથી આવ્યો છું. શોભનાજી બહુ સારું બોલી રહ્યાં હતાં, એટલે કે તેમનાં મુદ્દાઓ સારાં હતાં. ચોક્કસ, ક્યારેક વાંચવા મળશે. ચાલો, તેમાં મોડું થઈ ગયું.

પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023ને સંબોધન કર્યું

November 04th, 07:00 pm

સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023માં તેમને આમંત્રણ આપવા બદલ એચટી ગ્રૂપનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે એચ. ટી. ગ્રૂપે હંમેશા આ નેતૃત્વ શિખર સંમેલનની થીમ સાથે ભારત આગળ વધી રહ્યું છે તેનો સંદેશ આપ્યો છે. તેમણે આ શિખર સંમેલનની થીમ 'રીશેપિંગ ઇન્ડિયાને યાદ કરી હતી, જ્યારે વર્તમાન સરકાર 2014માં સત્તામાં આવી હતી. તેમણે કહ્યું કે જૂથે પાછળથી જોયું હતું કે મોટા ફેરફારો નજીક આવી રહ્યા છે અને ભારતને નવો આકાર આપવામાં આવશે. તેમણે એ પણ યાદ કર્યું કે 'વધુ સારી આવતીકાલ માટે વાતચીત' (કન્વર્સેશન્સ ફોર અ બેટર ટુમોરો)ની થીમ ત્યારે આપવામાં આવી હતી જ્યારે વર્તમાન સરકારને 2019માં વધુ મોટી બહુમતી સાથે જીત્યા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. હવે વર્ષ 2023માં જ્યારે સામાન્ય ચૂંટણીઓ નજીક છે, ત્યારે શ્રી મોદીએ સમિટની થીમ 'બ્રેકિંગ બેરિયર્સ' પર પ્રકાશ પાડ્યો હતો અને વર્તમાન સરકાર તમામ રેકોર્ડ તોડીને આગામી સામાન્ય ચૂંટણીઓમાં વિજયી થશે તેવો જે અંતર્ગત સંદેશો આપવામાં આવ્યો હતો તેના પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો અવરોધોથી પર હશે.

હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં પ્રધાન મંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 10:14 am

સાથીઓ, કલમ-370 દૂર કરવાનો નિર્ણય રાજનૈતિક દ્રષ્ટિએ ભલે મુશ્કેલ જણાતો હોય, પણ અમે જમ્મુ- કાશ્મીર અને લદાખના લોકોના વિકાસ માટે કરવા અને તેમની અંદર એક નવી આશા જગાવવા માટે, મુસ્લિમ બહેનોને ત્રણ તલ્લાકના ડંખથી મુક્તિ અપાવવા માટે, દેશના લાખો પરિવારોના બહેતર ભવિષ્યનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે.

પ્રધાનમંત્રીએ હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટને સંબોધન કર્યું

December 06th, 10:00 am

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશે પ્રગતિ કરવા માટે એના સંસાધનોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોનું સંરક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”નાં મંત્ર સાથે વર્તમાન પડકારો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરી રહી છે.

એચટી લીડરશીપ સમિટ -2017 માં પ્રધાનમંત્રીના વક્તવ્યના અંશો

November 30th, 10:30 am

મને વધુ એક વાર આપની સમક્ષ હાજર રહેવાની તક મળી છે. અહીં ઘણા જાણીતા અને ઓળખીતા ચહેરાઓ પણ દેખાઈ રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્રુપ અને તેના વાચકોનો હું મને અહીં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.