પીએમ 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે

March 22nd, 04:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રીરૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે. બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં રૂ. 1780 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વની ત્રણ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધનનનો મૂળપાઠ

September 13th, 12:01 pm

કાર્યક્રમની શરૂઆતમાં મારે એક દુઃખદ સમાચાર આપને આપવાના છે. બિહારના દિગ્ગજ નેતા શ્રીમાન રઘુવંશ પ્રસાદ સિંહ, તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. હું તેમને નમન કરૂ છું. રઘુવંશ બાબુના જવાથી બિહાર અને દેશની રાજનીતિમાં શૂન્યાવકાશ પેદા થયો છે. જમીન સાથે જોડાયેલુ તેમનું વ્યક્તિત્વ, ગરીબીને સમજનારૂં વ્યક્તિત્વ, સમગ્ર જીવન બિહારના સંઘર્ષમાં વિતાવ્યું. જે વિચારધારામાં તેઓ ઉછર્યા અને આગળ વધ્યા તે જ વિચારધારાને જીવનભર જીવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

September 13th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીયા- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર –બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

વડોદરા, ગુજરાતમાં વડાપ્રધાને અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું અને ઉદ્ઘાટન કર્યા

October 22nd, 05:07 pm

વડાપ્રધાન મોદીએ આજે વડોદરા, ગુજરાત ખાતે રૂ. 3600 કરોડના મૂલ્યના અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે 'અમે અમારા કાર્યમાં સ્પષ્ટ છીએ. અમારા દરેક સ્તોત્ર દરેક નાગરિકની સુખાકારી પર જ ખર્ચ કરવામાં આવે. અમારી પ્રાથમિકતા વિકાસ છે.

પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, ઘોઘાથી દહેજ રો રો ફેરી સેવાના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે

October 21st, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર 22મી ઓક્ટોબર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે.