પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયા કોન્ક્લેવને સંબોધન કર્યું
July 16th, 08:10 pm
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશ પરિવર્તનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકસતું અર્થતંત્ર છે, આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ ભારતમાં વિક્રમી ઝડપે ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર પ્રોત્સાહક ની ભૂમિકા અદા કરી નવા અવસરો પુરા પાડી શકે છે, પરંતુ યુવાનો ઉપલબ્ધ અવસરોનો ઉપયોગ કરી સાથે નવી તકોનું સર્જન પણ કરી શકે છે.નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે ન્યુ ઇન્ડિયા કોન્કલેવના સમાપન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 16th, 08:10 am
મંચ પર ઉપસ્થિત ડાલમિયા ભારત જૂથના એમડી ભાઈ ડાલમિયા, યુથ ફોર ડેવલપમેન્ટના મેન્ટર મૃત્યુંજય સિંહજી, અધ્યક્ષ ભાઈ પ્રફુલ્લ નિગમજી, રૂરલ અચીવર શ્રી ચૈત રામ પવારજી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને મારા વ્હાલા યુવા સાથીઓ. અહિયાં મને દેશ ભરના કેટલાક અચીવર્સને કે જેઓ આ વિશેષ પ્રોત્સાહનને સહકાર આપી રહ્યા છે. તેમને સન્માનિત કરવાનો અવસર મળ્યો છે. એક પુસ્તકાલયની શરુઆત કરવામાં આવી છે. અને ગ્રામીણ ભારતને લઈને એક શ્વેત પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. મને ખુશી છે કે તમે બધા જ દેશની જરૂરિયાતોને જોઈને તે જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને તમારા કાર્યની રચના કરી રહ્યા છો. આપ સૌએ અત્યાર સુધી જે પ્રાપ્ત કર્યું છે તેની માટે હું આપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને આ પ્રયાસ સફળતાની સાથે સતત આગળ વધે તેની માટે સરકારનો સહયોગ પણ રહેશે અને મારી શુભકામનાઓ પણ રહેશે.વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 14th, 06:28 pm
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈકજી, અહીંનાં ઓજસ્વી, તેજસ્વી, પરિશ્રમી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારી સાથી શ્રી મનોજ સિંહાજી, સંસદમાં મારાં સાથી અને મારાં બહુ જૂનાં મિત્ર અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશપ્રમુખ શ્રી મહેન્દ્રનાથ પાંડે, જાપાન રાજદૂતનાં ચાર્જ ધ અફેર શ્રી હિરેકા અસારીજી તથા બનારસનાં મારાં ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
July 14th, 06:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કુલ રૂ. 900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ પરિયોજનાઓમાં વારાણસી શહેર ગેસ વિતરણ પરિયોજના અને વારાણસી-બલિયા મેમુ ટ્રેનના ઉદઘાટનનો સામાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પંચકોશી પરિક્રમા તથા સ્માર્ટ મિશન અને નમામી ગંગે હેઠળના કેટલાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો પમ શિલાન્યાસ કર્યો હતો.