ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓનો હિન્દી પ્રત્યેનો લગાવ ખૂબ જ રસપ્રદ છેઃ પ્રધાનમંત્રી
September 15th, 09:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસની ઉજવણીમાં તેમની મનપસંદ હિન્દી કહેવતો સંભળાવતા ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓની પ્રશંસા કરી છે.વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તથા વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો સાથે સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 06th, 06:31 pm
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ. દુનિયાભરમાં સેવા આપી રહેલા રાજદૂતો, હાઈ કમિશનર્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીગણ. અલગ અલગ એક્સપોર્ટ કાઉન્સિલ તથા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીના તમામ નેતાગણ. દેવીઓ અને સજ્જનો. આ સમયગાળો સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો છે. આ સમયગાળો આઝાદીના 75 વર્ષમાં આપણી સ્વતંત્રતાની ઉજવણનો તો છે જ, કરવાનું તો છે જ પણ સાથે સાથે ભવિષ્યના ભારત માટે એક સ્પષ્ટ વિઝન અને રોડમેપના નિર્માણનો પણ અવસર છે. તેમાં આપણી નિકાસની મહત્વાકાંક્ષાનો અને તેમાં તમારા તમામ સાથીઓના જોડાણ, પહેલ, તમારી ભૂમિકા ઘણી મહત્વની છે. આજે જે વૈશ્વિક સ્તરે થઈ રહ્યું છે તેમાં હું માનું છું કે આપણે તમામ તથા અહીં મારી સમક્ષ ઉપસ્થિત જે લોકો છે તે સૌ તેનાથી વઘારે માહિતગાર છે. આજે ફિઝિકલ, ટેકનોલોજીકલ અને ફાઇનાન્સિયલ જોડાણને કારણે દુનિયા દિન પ્રતિદિન નાની બનતી જાય છે. આ સંજોગોમાં આપણી નિકાસના વ્યાપ માટે દુનિયાભરમાં નવી સંભાવનાઓ બની રહી છે. અને હું સમજું છું કે મારા કરતાં પણ તમે બધા તેનાથી અનુભવી અને પારખું છો. હું આપ સૌને આ પહેલ માટે અને આવી રીતે બંને પક્ષની વાતો રજૂ કરવા માટે જે તક મળી છે તેના માટે અભિનંદન પાઠવું છું. તમે તમામે નિકાસને લઈને આપણી મહત્વાકાંક્ષાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જે ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતા દાખવી છે તે પણ પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી
August 06th, 06:30 pm
આ પ્રકારની પહેલવહેલી પહેલ કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિદેશમાં ભારતીય મિશનોના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને વિદેશ મંત્રી પણ આ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાતચીતમાં વીસથી વધુ વિભાગોના સચિવો, રાજ્ય સરકારના અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના સભ્યો અને ચૅમ્બર ઑફ કૉમર્સના સભ્યો પણ સામેલ થયા હતા.