પ્રધાનમંત્રી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે
September 27th, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 7 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. રાત્રે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.No place for corruption in 'Nawa Punjab', law and order will prevail: PM Modi
February 15th, 11:46 am
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”PM Modi campaigns in Punjab’s Jalandhar
February 14th, 04:37 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”સોમનાથ ગુજરાત ખાતે વિવિધ યોજનાઓના ઉદ્દઘાટન અને શિલાન્યાસ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 20th, 11:01 am
કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા આપણાં સૌના શ્રધ્ધેય લાલકૃષ્ણ અડવાણીજી, દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, શ્રીપદ નાયકજી, અજય ભટ્ટજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયજી, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ, ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરજી વાસણભાઈ, લોકસભામાં મારા સાથી રાજેશભાઈ, સોમનાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રવિણ લહેરીજી, તમામ શ્રધ્ધાળુ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
August 20th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં સોમનાથ સહેલગાહ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટરઅને જૂનાં સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમ્યાન શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીની સાથે શ્રી લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પર્યટન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 16th, 04:05 pm
મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
July 16th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી 16મી જુલાઇએ ગુજરાતમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે
July 14th, 06:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને એ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. તેઓ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત સાયનસ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે.