પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરનાં રોજ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં સહભાગીઓ સાથે વાતચીત કરશે
December 09th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2024નાં રોજ સાંજે 4:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં ગ્રાન્ડ ફિનાલેમાં યુવાન ઈનોવેટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થી ટીમો ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 07th, 05:52 pm
કાર્યકર સુવર્ણ મહોત્સવના પાવન અવસરે હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં નમ્રતાપૂર્વક નમન કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે, જેમને હું પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, કારણ કે તેઓ દિવ્ય ગુરુ હરિ પ્રાગત બ્રહ્માનું મૂર્ત સ્વરૂપ હતા. પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના અથાગ પ્રયત્નો અને સમર્પણ દ્વારા આજે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો સાકાર થઈ રહ્યા છે. એક લાખ સ્વયંસેવકો, યુવાનો અને બાળકોને સાંકળતી આ ભવ્ય સાંસ્કૃતિક ઘટના બીજ, વૃક્ષ અને ફળના સારને સુંદર રીતે રજૂ કરે છે. જો કે હું તમારી વચ્ચે શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ છું, તેમ છતાં, હું આ ઘટનાની જીવંતતા અને ઊર્જાને મારા હૃદયમાં ઊંડે સુધી અનુભવી શકું છું. હું પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને તમામ પૂજ્ય સંતોને આવી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને હું તેમને ઊંડા આદર સાથે નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો
December 07th, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અમદાવાદમાં આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સંતો અને સત્સંગી પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની મહેનત અને સમર્પણથી આજે ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો ફળીભૂત થઈ રહ્યા છે. યુવાનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આશરે એક લાખ કાર્યકરો સહિત આવા વિશાળ કાર્યક્રમને નિહાળીને શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેઓ આ કાર્યક્રમના સ્થળે શારીરિક રીતે હાજર ન હોવા છતાં આ કાર્યક્રમની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, તમામ સંતોને આ ભવ્ય દિવ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે વૈશ્વિક ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી
November 28th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે વૈશ્વિક ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠે છે. તેમની વિદેશ મુલાકાતોની ઝલક શેર કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યેનો આ અપાર ઉત્સાહ અત્યંત આનંદદાયક છે.અમે વિકાસ અને વારસાને સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએઃ પ્રધાનમંત્રી
November 12th, 07:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇગાસ પર્વ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારત વિકાસ અને વારસાને સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને ઉત્તરાખંડના નાગરિકોને શુભેચ્છા પાઠવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેવભૂમિના ઇગાસ ઉત્સવનો વારસો વધુ સમૃદ્ધ બનશે.પ્રધાનમંત્રીએ મહાન નર્તક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠિત શ્રી કનક રાજુના નિધન પર શોક વ્યક્ત કર્યો
October 26th, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહાન નર્તક અને સાંસ્કૃતિક પ્રતીક શ્રી કનક રાજુ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ગુસાડી નૃત્યને સંરક્ષિત કરવામાં તેમના સમૃદ્ધ યોગદાન અને સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ પાસાઓને તેમના અધિકૃત સ્વરૂપમાં ખીલવવા માટે તેમના સમર્પણ અને જુસ્સાને બિરદાવ્યો હતો.આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 10:05 am
સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો
October 17th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી
October 03rd, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના ગહન અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તરીકે સેવા આપે છે, જે દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નના સારને મૂર્તિમંત કરે છે.પ્રધાનમંત્રીએ શાસ્ત્રીય નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિના નિધન પર શોક વ્યક્ત કર્યો
August 04th, 02:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ક્લાસિકલ નૃત્યાંગના ડૉ. યામિની કૃષ્ણમૂર્તિના નિધન પર શોક વ્યક્ત કર્યો.બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 19th, 10:31 am
આ પ્રસંગે બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, અહીંના પરિશ્રમી મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજી, આપણા વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરજી, વિદેશ રાજ્યમંત્રી શ્રી પબિત્રાજી, જુદા જુદા દેશો મહાનુભાવો, રાજદૂતો, નાલંદા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સહકર્મીઓ!પ્રધાનમંત્રીએ બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનું ઉદઘાટન કર્યું
June 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ) દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ એક રોપાનું પણ વાવેતર કર્યું હતું.Your vote on Lotus button on 26th April will strengthen the ongoing movement against corruption: PM in Attingal
April 15th, 11:35 am
In his second rally at Attingal, PM Modi said, The BJP has announced in its Sankalp Patra that we will connect global tourists with our heritage and confer World Heritage status on our heritage. There is a great possibility of this happening in Kerala. The BJP's plan is the overall development of major tourist destinations. The BJP will also establish new centers for eco-tourism in Kerala. This will greatly benefit our tribal families by creating opportunities for them. The BJP government will also provide financial help to women for homestays.”BJP’s Sankalp Patra is a resolution letter for the development of the country: PM Modi in Alathur
April 15th, 11:30 am
Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at a public rally in Alathur town of Thrissur, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.PM Modi addresses enthusiastic crowds at public meetings in Alathur and Attingal, Kerala
April 15th, 11:00 am
Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at public rallies in Alathur & Attingal, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.PM Modi's Bhagirath Prayas to Preserve India's Cultural Heritage: Glimpses of What was, to What is
March 14th, 04:47 pm
The Modi government has taken a notable initiative to safeguard and preserve the country's cultural heritage sites. The transformations in these sites offer a visual treat and clearly demonstrate their evolution from the past to the present. These transitions result from the Prime Minister's constant endeavours, or Prayas, to preserve and celebrate India's rich spiritual and cultural legacy. Let us take a look..UAEના અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 07:16 pm
શ્રી સ્વામી નારાયણ જય દેવ, મહામહિમ શેખ નહયાન અલ મુબારક, આદરણીય મહંત સ્વામીજી મહારાજ, ભારત, UAE અને વિશ્વના વિવિધ દેશોના મહેમાનો અને વિશ્વના ખૂણે ખૂણેથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા ભાઈઓ અને બહેનો!PM Modi inaugurates BAPS Hindu Mandir in Abu Dhabi, UAE
February 14th, 06:51 pm
Prime Minister Narendra Modi inaugurated the BAPS Hindu Mandir in Abu Dhabi, UAE. The PM along with the Mukhya Mahant of BAPS Hindu Mandir performed all the rituals. The PM termed the Hindu Mandir in Abu Dhabi as a symbol of shared heritage of humanity.Prime Minister’s meeting with President of the UAE
February 13th, 05:33 pm
Prime Minister Narendra Modi arrived in Abu Dhabi on an official visit to the UAE. In a special and warm gesture, he was received at the airport by the President of the UAE His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, and thereafter, accorded a ceremonial welcome. The two leaders held one-on-one and delegation level talks. They reviewed the bilateral partnership and discussed new areas of cooperation.કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને ઉજાગર કરે છે: પ્રધાનમંત્રી
January 16th, 09:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા કન્નડ ભાષામાં પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને સુંદર રીતે ઉજાગર કરે છે. શ્રી મોદીએ કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા ગાયેલા પ્રભુ શ્રી રામના ભજનનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે આવા પ્રયાસો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ખૂબ આગળ વધે છે.