વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકડ: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા' ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 13th, 11:30 am

આજનો આ દિવસ ઐતિહાસિક છે. આજે આપણે ઈતિહાસ રચી રહ્યા છીએ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું અને મજબૂત પગલું ભરી રહ્યા છીએ. આજે, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સંબંધિત લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ મોટા પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાઓ, આસામના મોરીગાંવમાં સેમિકન્ડક્ટર સુવિધાઓ, જે ભારતને સેમિકંડક્ટર ઉત્પાદનના ક્ષેત્રે મોટું વૈશ્વિક હબ બનાવવામાં મદદ કરશે. હું તમામ દેશવાસીઓને આ મહત્વપૂર્ણ પહેલ માટે, એક મહત્વપૂર્ણ શરૂઆત માટે, એક મજબૂત પગલા માટે, આ ઇવેન્ટ માટે અભિનંદન આપું છું. આજે અમારા તાઈવાનના મિત્રોએ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો છે. હું પણ ભારતના આ પ્રયાસોથી ખૂબ જ ઉત્સાહિત છું.

પ્રધાનમંત્રીની 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં ઉપસ્થિતિ

March 13th, 11:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (ઓસેટ) સુવિધા અને ગુજરાતના સાણંદ ખાતે આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધા સામેલ છે.

ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસની 7મી આવૃત્તિના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 27th, 10:56 am

ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસની આ સાતમી આવૃત્તિમાં તમારા બધાની વચ્ચે હોવું એ પોતાનામાં એક સુખદ અનુભવ છે. 21મી સદીની ઝડપથી બદલાતી દુનિયામાં, આ આયોજન કરોડો લોકોનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. એક સમય હતો, જ્યારે આપણે ભવિષ્ય વિશે વાત કરતા હતા, તો તેનો અર્થ આગામી દાયકો, અથવા હવેથી 20-30 વર્ષ પછીનો સમય, કે પછી આગામી સદી થતો હતો. પરંતુ આજે ટેક્નૉલોજીમાં થતા ઝડપી ફેરફારોને કારણે આપણે કહીએ છીએ કે 'ભવિષ્ય અહીં છે અને હવે છે', હમણાં થોડી મિનિટો પહેલાં, મેં અહીં પ્રદર્શનમાં લાગેલાં કેટલાક સ્ટૉલ્સ જોયા. આ પ્રદર્શનમાં મને એ જ ભવિષ્યની ઝલક જોવા મળી. ટેલિકોમ હોય, ટેક્નૉલોજી હોય કે કનેક્ટિવિટી હોય, 6જી હોય, એઆઈ હોય, સાયબર સિક્યુરિટી હોય, સેમિકન્ડક્ટર હોય, ડ્રોન હોય કે સ્પેસ સેક્ટર હોય, ડીપ સી હોય, ગ્રીન ટેક હોય કે પછી અન્ય સેક્ટર્સ હોય, આવનારો સમય સાવ અલગ જ રહેવાનો છે. અને આપણા સૌ માટે એ ખુશીની વાત છે કે આપણી યુવા પેઢી દેશનાં ભવિષ્યનું નેતૃત્વ કરી રહી છે, આપણી ટેક ક્રાંતિનું નેતૃત્વ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાતમી આવૃત્તિનું ઉદઘાટન કર્યું

October 27th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2023ની 7મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) એશિયાનું સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ છે, જેનું આયોજન 27થી 29 ઓક્ટોબર, 2023 દરમિયાન 'ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન' થીમ સાથે થશે. આઇએમસી 2023નો ઉદ્દેશ મુખ્ય અત્યાધુનિક ટેકનોલોજીના ડેવલપર, ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 '5જી યુઝ કેસ લેબ્સ' એનાયત કરી હતી.

કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી

May 17th, 03:59 pm

ભારત મોબાઈલ ફોનનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. મોબાઈલ ફોનની નિકાસ આ વર્ષે 11 અબજ USD (લગભગ રૂ. 90 હજાર કરોડ)નો મોટો સીમાચિહ્ન પાર કરી ગઈ છે.