'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી
September 29th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની યૂટ્યૂબ સફરઃ ગ્લોબલ ઈમ્પેક્ટના 15 વર્ષ
September 27th, 11:29 pm
મારા યુટ્યુબર મિત્રો, આજે હું એક સાથી યુટ્યુબર તરીકે તમારી વચ્ચે આવીને ખૂબ જ ખુશ છું. હું પણ તમારા જેવો જ છું, કોઈ જુદો નથી. 15 વર્ષથી હું દેશ અને દુનિયા સાથે પણ એક યૂટ્યૂબ ચેનલના માધ્યમથી જોડાયેલો છું. મારી પાસે યોગ્ય સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ પણ છે.યુટ્યુબ ફેનફેસ્ટ ઇન્ડિયા 2023 દરમિયાન પ્રધાનમંત્રીએ યુટ્યુબર્સને સંબોધન કર્યું
September 27th, 11:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુટ્યુબ ફેનફેસ્ટ ઇન્ડિયા 2023 દરમિયાન યુટ્યુબર સમુદાયને સંબોધન કર્યું હતું. તેણે યુટ્યુબ પર પણ તેના ૧૫ વર્ષ પૂર્ણ કર્યા અને માધ્યમ દ્વારા વૈશ્વિક અસર બનાવવાનો પોતાનો અનુભવ શેર કર્યો.યશોભૂમિ રાષ્ટ્રને સમર્પિત કરવા અને પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
September 17th, 06:08 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા બધા સાથીદારો, દેશના ખૂણે ખૂણેથી અહીં આ ભવ્ય ભવનમાં પધારેલાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો, દેશનાં 70થી વધુ શહેરોમાંથી જોડાયેલા મારા બધા સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા પરિવારજનો.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર – 'યશોભૂમિ'નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કર્યો
September 17th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દ્વારકા ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર – 'યશોભૂમિ'નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કર્યો હતો. 'યશોભૂમિ'માં ભવ્ય કન્વેન્શન સેન્ટર, મલ્ટીપલ એક્ઝિબિશન હોલ અને અન્ય સુવિધાઓ છે. તેમણે વિશ્વકર્મા જયંતિના પ્રસંગે પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે 'પીએમ વિશ્વકર્મા યોજના' પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી વિશ્વકર્માનો લોગો, ટેગલાઇન અને પોર્ટલ પણ લોંચ કર્યા હતા. તેમણે આ પ્રસંગે કસ્ટમાઇઝ્ડ સ્ટેમ્પશીટ, ટૂલ કિટ ઇ-બુકલેટ અને વીડિયો પણ બહાર પાડ્યા હતા. પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીઓને વિશ્વકર્મા પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું.રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
August 07th, 04:16 pm
થોડા દિવસો પહેલાં જ ભારત મંડપમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપનામાંથી ઘણાં લોકો પહેલાં પણ અહીં આવતા હતા અને તંબુઓમાં તમારી દુનિયા ઉભી કરતા હતા. હવે આજે તમે અહીં બદલાયેલ દેશ જોયો જ હશે. અને આજે આપણે આ ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ - રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત મંડપમની આ ભવ્યતામાં પણ ભારતના હાથશાળ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. પ્રાચીનનો અર્વાચીન સાથેનો આ સંગમ જ આજના ભારતને પરિભાષિત કરે છે. આજનું ભારત માત્ર લોકલ પ્રત્યે વોકલ જ નથી રહ્યું, પરંતુ તેને ગ્લોબલ બનાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે. થોડી વાર પહેલાં, કેટલાક વણકર સાથીએ જોડે મને વાતચીત કરવાની તક મળી હતી. દેશભરના ઘણાં હેન્ડલૂમ ક્લસ્ટરોમાંથી દૂર દૂરથી આપણા વણકર ભાઇઓ અને બહેનો આપણી સાથે જોડાવા માટે અહીં આવ્યા છે. હું આ ભવ્ય સમારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું આપ સૌને અભિનંદન કરું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં નેશનલ હૅન્ડલૂમ ડે ઉજવણીને સંબોધન કર્યું
August 07th, 12:30 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત મંડપમ્નો ઉદ્ઘાટન સમારંભ થયો તે અગાઉ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શકો કેવી રીતે તંબુમાં તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરતા હતા. ભારત મંડપમ્ની ભવ્યતામાં પ્રધાનમંત્રીએ ભારતના હાથવણાટનાં ઉદ્યોગનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, જૂના અને નવાના સંગમથી હાલનાં નવા ભારતને પરિભાષિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વ સુધી લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. આજના કાર્યક્રમની શરૂઆત અગાઉ વણકરો સાથે તેમની વાતચીત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની ભવ્ય ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ હૅન્ડલૂમ ક્લસ્ટર્સની હાજરીની નોંધ લીધી હતી અને તેમને આવકાર્યા હતા.પ્રધાનમંત્રી 19મી નવેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
November 17th, 03:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2022ના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશનાં વારાણસી પહોંચશે, જ્યાં તેઓ બપોરે લગભગ 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે ખૂબ જ અસરકારક છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
September 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?Those who do politics of short-cut never build new airports, highways, medical colleges: PM
July 12th, 03:56 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Deoghar, Jharkhand. PM Modi started his address by recognising the enthusiasm of people. PM Modi said, “The way you have welcomed the festival of development with thousands of diyas, it is wonderful. I am experiencing the same enthusiasm here as well.”PM Modi addresses public meeting in Deoghar, Jharkhand
July 12th, 03:54 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Deoghar, Jharkhand. PM Modi started his address by recognising the enthusiasm of people. PM Modi said, “The way you have welcomed the festival of development with thousands of diyas, it is wonderful. I am experiencing the same enthusiasm here as well.”મણિપુરના 50મા રાજ્ય સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 21st, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના 50માં રાજ્ય સ્થાપના દિવસ પર મણિપુરના લોકોને અભિનંદન પાઠવ્યા છે. આ પ્રસંગે બોલતા, તેમણે આ ભવ્ય પ્રવાસમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિના બલિદાન અને પ્રયત્નોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમના ઈતિહાસના ઉતાર-ચઢાવનો સામનો કરતા મણિપુરી લોકોની સ્થિતિસ્થાપકતા અને એકતાને તેમની સાચી તાકાત ગણાવી. તેમણે રાજ્યના લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો પ્રથમ હાથ મેળવવા માટેના તેમના સતત પ્રયત્નોને પુનરાવર્તિત કર્યા જેનાથી તેઓ તેમની લાગણીઓ અને અપેક્ષાઓને વધુ સારી રીતે સમજવામાં સક્ષમ થયા અને રાજ્યની સમસ્યાઓનો સામનો કરવાના માર્ગો શોધી શક્યા. તેમણે ખુશી વ્યક્ત કરી કે મણિપુરી લોકો તેમની શાંતિ માટેની સૌથી મોટી ઈચ્છા પૂરી કરી શકે છે. મણિપુર બંધ અને નાકાબંધીથી શાંતિ અને આઝાદીને પાત્ર છે, તેમણે કહ્યું.મણિપુરના 50મા રાજ્ય સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીનું સંબોધન
January 21st, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના 50માં રાજ્ય સ્થાપના દિવસ પર મણિપુરના લોકોને અભિનંદન પાઠવ્યા છે. આ પ્રસંગે બોલતા, તેમણે આ ભવ્ય પ્રવાસમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિના બલિદાન અને પ્રયત્નોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમના ઈતિહાસના ઉતાર-ચઢાવનો સામનો કરતા મણિપુરી લોકોની સ્થિતિસ્થાપકતા અને એકતાને તેમની સાચી તાકાત ગણાવી. તેમણે રાજ્યના લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો પ્રથમ હાથ મેળવવા માટેના તેમના સતત પ્રયત્નોને પુનરાવર્તિત કર્યા જેનાથી તેઓ તેમની લાગણીઓ અને અપેક્ષાઓને વધુ સારી રીતે સમજવામાં સક્ષમ થયા અને રાજ્યની સમસ્યાઓનો સામનો કરવાના માર્ગો શોધી શક્યા. તેમણે ખુશી વ્યક્ત કરી કે મણિપુરી લોકો તેમની શાંતિ માટેની સૌથી મોટી ઈચ્છા પૂરી કરી શકે છે. મણિપુર બંધ અને નાકાબંધીથી શાંતિ અને આઝાદીને પાત્ર છે, તેમણે કહ્યું.વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટ-અપ્સ સાથે સંવાદ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 15th, 04:31 pm
કેન્દ્રિય મંત્રીમંડળમાં મારા સહયોગી પિયૂષ ગોયલજી, મનસુખ માંડવિયાજી, અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, પરષોત્તમ રૂપાલાજી, જી. કિશન રેડ્ડીજી, પશુપતિ કુમાર પારસજી, જીતેન્દ્ર સિંહજી, સોમ પ્રકાશજી, સમગ્ર દેશમાંથી જોડાયેલા સ્ટાર્ટઅપની દુનિયાના તમામ દિગ્ગજ, આપણા યુવા સાથીઓ, અન્ય મહાનુભવો અને ભાઈ તથા બહેનો.PM Modi's interaction with Start-ups from across the country
January 15th, 11:20 am
Prime Minister Narendra Modi interacted with Startups via video conferencing. He announced that every year 16th January would be marked as the National Start-up Day to celebrate the achievements of the start-ups across the country. Start-ups would be the backbone of new India, the PM added.Bhagwan Birsa lived for the society, sacrificed life for his culture and the country: PM
November 15th, 09:46 am
Prime Minister Narendra Modi inaugurated Bhagwan Birsa Munda Memorial Udyan cum Freedom Fighter Museum at Ranchi via video conferencing. He said, “This museum will become a living venue of our tribal culture full of persity, depicting the contribution of tribal heroes and heroines in the freedom struggle.”જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ રાંચી ખાતે ભગવાન બિરસા મુન્ડા ઉદ્યાન તથા સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું
November 15th, 09:45 am
ભારત સરકારે જાહેર કર્યું છે કે ભગવાન બિરસા મુન્ડાની જન્મજયંતી જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ પ્રસંગની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાંચી ખાતે આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભગવાન બિરસા મુન્ડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ શ્રીનગર યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN)માં જોડાવા બદલ ખુશી વ્યક્ત કરી
November 08th, 10:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરને યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN)માં તેની હસ્તકલા અને લોક કલાના વિશેષ ઉલ્લેખ સાથે જોડાવા બદલ ખુશી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ કેવીઆઈસીના વિશ્વના સૌથી વિશાળ ખાદીના રાષ્ટ્રીય ધ્વજની પ્રશંસા કરી
October 03rd, 06:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે લેહ, લડાખમાં પ્રદર્શિત દુનિયાના સૌથી વિશાળ ખાદીના રાષ્ટ્રીય ધ્વજ (225 ફૂટની ઊંચાઈ અને 150 ફૂટની પહોળાઈ પર)ની ખાદી ગ્રામોદ્યોગ આયોગની પહેલ માટે પ્રશંસા કરી છે.