હેમબર્ગની G20 બેઠકના ચોથા કાર્યસત્ર દરમિયાન વડાપ્રધાન મોદીની ટીપ્પણી

July 08th, 07:45 pm

હેમબર્ગની G20 બેઠકના ‘ડીજીટલાઈઝેશન, સ્ત્રીઓના સશક્તિકરણ અને રોજગારી’ અંગેના ચોથા કાર્યસત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે સીમા વગરનું ડીજીટલ વિશ્વ અવસરો પુરા પાડે છે પરંતુ તેના ભયસ્થાનો પણ છે.

હેમબર્ગની G20 બેઠકના ત્રીજા કાર્યસત્ર દરમિયાન વડાપ્રધાન મોદીની ટીપ્પણી

July 08th, 06:08 pm

હેમબર્ગની G20 બેઠકના ત્રીજા કાર્યસત્ર દરમિયાન ‘આફ્રિકા સાથે ભાગીદારી, સ્થળાંતર અને આરોગ્ય’ વિષય પર એક નાનું સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે G20 દેશોએ આફ્રિકામાં ટેક્નીકલ અને નાણાંકીય પ્રેરણાને સહાય કરવા માટે કાર્ય કરવું જોઈએ.

પ્રધાનમંત્રી મોદીની કોરિયન રાષ્ટ્રપતિ, ઇટાલીના પ્રધાનમંત્રી અને નોર્વેના પ્રધાનમંત્રી સાથે બેઠક

July 08th, 04:03 pm

G-20 શિખર મંત્રણાની સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદી શનિવારે રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી. મૂન જેઈ-ઇનને મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મૂનના વિજય બદલ પ્રધાનમંત્રી મોદીએ તેમને રૂબરૂમાં અભિનંદન પાઠવ્યા હતા.રાષ્ટ્રપતિએ આ પ્રસંગે ભારતીય પ્રધાનમંત્રીના અભિનંદન આપતા ટેલિફોનિક અભિનંદન અને કોરિયન ભાષામાં કરેલી ટ્વિટને પણ યાદ કરીને તેનો ઉમળકાભેર સ્વિકાર કર્યો હતો.

હેમબર્ગમાં G20 શિખર પરિષદની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય મંત્રણાઓ

July 08th, 01:58 pm

હેમબર્ગ,જર્મની માં મળેલા G20 શિખર સંમેલનની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીએ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજી હતી.

હેમબર્ગ, જર્મની ખાતે G20 શિખર સંમેલનના દ્વિતીય કાર્યસત્ર દરમિયાન વડાપ્રધાન મોદીની ટીપ્પણીઓ

July 07th, 09:32 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેમબર્ગ ખાતે મળેલી G20 શિખર બેઠક દરમિયાનના દ્વિતીય કાર્યસત્રમાં ‘ટકાઉ વિકાસ, વાતાવરણ અને ઉર્જા’ પર કરેલી ટીપ્પણીઓમાં વિરોધાભાસી વાસ્તવિકતાઓના વિશ્વમાં સહકારની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

હેમબર્ગ, જર્મની ખાતે G20 શિખર સંમેલનના પ્રથમ કાર્યસત્ર દરમિયાન વડાપ્રધાન મોદીની ટીપ્પણીઓ

July 07th, 08:40 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેમબર્ગ ખાતે મળેલી G20 શિખર બેઠક દરમિયાનના પ્રથમ કાર્યસત્ર માં કરેલી ટીપ્પણીઓમાં વૈશ્વિક વિકાસ અને વ્યાપાર પર ભારત મુક્યો હતો. GST પર લંબાણપૂર્વક ચર્ચા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેનું લક્ષ્ય ભારતીય બજારને એક કરવાનું છે.

વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન અબે વચ્ચે બેઠક

July 07th, 07:09 pm

હેમ્બર્ગમાં ચાલી રહેલી G-20 શિખર મંત્રણાના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી છે.

આતંકવાદ સામે લડતમાં G20ના નેતાઓની પીછેહઠ વિષે વડાપ્રધાન મોદીની ટીપ્પણી

July 07th, 05:04 pm

હેમબર્ગ ખાતે G20 નેતાઓની આતંકવાદ સામેની લડાઈમાં કરેલી પીછેહઠ વિષે ટૂંકી ટીપ્પણી કરતા વડાપ્રધાન મોદીએ આતંકવાદને માનવતા વિરુધ્ધ સૌથી ખતરનાક ભયસ્થાન ગણાવ્યો હતો. G20ની આતંકવાદ વિરોધી યોજનાને આવકારતા વડાપ્રધાન મોદીએ તેના પર 11 મુદ્દાનો એજન્ડા રજુ કર્યો હતો.

હેમબર્ગમાં BRICSની અનૌપચારિક બેઠકમાં ભાગ લેતા વડાપ્રધાન

July 07th, 02:43 pm

જર્મનીના હેમબર્ગમાં 5 BRICS દેશોના નેતાઓએ G20 શિખર સંમેલનની પશ્ચાદભૂમાં બેઠક કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે BRICS એક મજબુત અવાજ છે અને તેણે આતંકવાદ અને વૈશ્વિક અર્થતંત્ર બાબતે નેતાગીરી દર્શાવી જોઈએ. તેમણે એ બાબત પર ભાર મુક્યો હતો કે G20એ સામુહિક રીતે આતંકવાદને અપાતા ભંડોળ, ફ્રેન્ચાઇઝી, સુરક્ષિત સ્થળો, ટેકો અને પ્રયોજકોનો વિરોધ કરવો જોઈએ.

PM Modi arrives in Hamburg, Germany

July 06th, 11:58 pm

Prime Minister Narendra Modi arrived in Hamburg, Germany. Here, he would attend the 12th G-20 Summit. PM Modi would engage with several world leaders and take up vital issues of economic growth, sustainable development, and peace and stability. The PM would also hold several bilateral meetings on the sidelines of the summit.