This decade belongs to Uttarakhand: PM Modi

February 11th, 12:05 pm

Ahead of the upcoming Assembly elections in Uttarakhand, Prime Minister Narendra Modi addressed an election rally in Almora today. He said, “After campaigning in Uttarakhand, Uttar Pradesh and Goa yesterday, I'm back among you in Almora today. The enthusiasm people have for the BJP in every state is unparalleled.”

PM Modi addresses a Vijay Sankalp Sabha in Almora, Uttarakhand

February 11th, 12:00 pm

Ahead of the upcoming Assembly elections in Uttarakhand, Prime Minister Narendra Modi addressed an election rally in Almora today. He said, “After campaigning in Uttarakhand, Uttar Pradesh and Goa yesterday, I'm back among you in Almora today. The enthusiasm people have for the BJP in every state is unparalleled.”

This is Uttarakhand's decade: PM Modi in Haldwani

December 30th, 01:55 pm

Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone of 23 projects worth over Rs 17500 crore in Uttarakhand. In his remarks, PM Modi said, The strength of the people of Uttarakhand will make this decade the decade of Uttarakhand. Modern infrastructure in Uttarakhand, Char Dham project, new rail routes being built, will make this decade the decade of Uttarakhand.

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં રૂ. 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું

December 30th, 01:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડમાં રૂ. 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. તેમણે લખવાડ બહુહેતુક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો જેનો વિચાર પહેલાં 1976માં થયો હતો અને ઘણાં વર્ષોથી પડતર હતી. તેમણે રૂ. 8700 કરોડની માર્ગ ક્ષેત્રની પરિયોજનાઓનું ઉદઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. આ માર્ગ પરિયોજનાઓ દૂરના, ગ્રામીણ અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરશે. કૈલાશ માનસરોવર યાત્રાને પણ સુધારેલી કનેક્ટિવિટી મળશે. તેમણે ઉધમસિંહ નગર ખાતે અને પિથૌરાગઢ ખાતે જગજીવન રામ સરકારી મેડિકલ કૉલેજમાં એઈમ્સ ઋષિકેશ સેટેલાઇટ સેન્ટરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સેટેલાઇટ સેન્ટરો દેશના તમામ ભાગોમાં વિશ્વ સ્તરની મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ છે. તેમણે કાશીપુરમાં અરોમા પાર્ક અને સિતારગંજ ખાતે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રિઅલ પાર્કનો અને સમગ્ર રાજ્યમાં આવાસ, સેનિટેશન અને પીવાનાં પાણી પુરવઠામાં બહુવિધ અન્ય પહેલનો પણ શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રી 30મી ડિસેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને ₹ 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે

December 28th, 10:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરે ઉત્તરાખંડના હલ્દ્વાનીની મુલાકાત લેશે. તેઓ ₹ 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ 23 પરિયોજનાઓમાં ₹ 14100 કરોડથી વધુની 17 પરિયોજનાઓ માટે ભૂમિપૂજન કરાશે. આ પરિયોજનાઓ સમગ્ર રાજ્યમાં વ્યાપક ક્ષેત્રો/વિસ્તારોને આવરી લે છે જેમાં સિંચાઈ, માર્ગ, આવાસ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, સેનિટેશન, પીવાનાં પાણી પુરવઠા ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં બહુવિધ માર્ગ પહોળા કરવાની પરિયોજનાઓ, પિથૌરગઢમાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને નૈનિતાલમાં ગટરવ્યવસ્થા નેટવર્ક સુધારવાની પરિયોજનાઓ સહિત છ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન થનારી આ પરિયોજનાઓનો એકંદર કુલ ખર્ચ ₹ 3400 કરોડથી વધુનો છે.