પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા અને મહારાણીનું સ્વાગત કર્યું

December 05th, 03:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના મહારાણી જેત્સુન પેમા વાંગચુકનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ચ 2024માં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રી ભૂતાન પહોંચ્યા

March 22nd, 09:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને મહત્વ આપે છે.