પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

November 29th, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.

મંત્રીમંડળે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા, ગીચતા ઘટાડવા અને દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે કુલ રૂ. 50,655 કરોડનાં મૂડી ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતા 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી

August 02nd, 08:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં રૂ. 50,655 કરોડનાં ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મંજૂરી આપી છે. આ 8 પ્રોજેક્ટ્સના અમલીકરણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 4.42 કરોડ માનવદિવસોની રોજગારીનું સર્જન થશે.

Nothing is greater than the country for BJP, but for Congress, it is family first: PM Modi in Morena

April 25th, 10:26 am

The momentum in Lok Sabha election campaigning escalates as the NDA's leading campaigner, Prime Minister Narendra Modi, ramps up his efforts ahead of the second phase. Today, PM Modi addressed an enthusiastic crowd in Madhya Pradesh’s Morena. He declared that the people of Madhya Pradesh know that once they get entangled in a problem, it's best to keep their distance from it. “The Congress party represents such an obstacle to development. During that time, Congress had pushed MP to the back of the line among the nation's BIMARU states,” the PM said.

Morena extends a grand welcome to PM Modi as he speaks at a Vijay Sankalp rally in MP

April 25th, 10:04 am

The momentum in Lok Sabha election campaigning escalates as the NDA's leading campaigner, Prime Minister Narendra Modi, ramps up his efforts ahead of the second phase. Today, PM Modi addressed an enthusiastic crowd in Madhya Pradesh’s Morena. He declared that the people of Madhya Pradesh know that once they get entangled in a problem, it's best to keep their distance from it. “The Congress party represents such an obstacle to development. During that time, Congress had pushed MP to the back of the line among the nation's BIMARU states,” the PM said.

એશિયાઈ રમતોત્સવ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 01st, 07:00 pm

હું તમને બધાને મળવાની તક શોધતો જ રહું છું અને રાહ પણ જોતો રહું છું, ક્યારે મળીશ, ક્યારે તમારા અનુભવો સાંભળીશ અને મેં જોયું છે કે તમે દરેક વખતે નવા ઉત્સાહ સાથે આવો છો, નવા ઉત્સાહ સાથે આવો છો. અને આ પણ પોતાનામાં એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. તેથી, સૌ પ્રથમ તો હું ફક્ત એક જ કામ માટે તમારી વચ્ચે આવ્યો છું, અને તે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા. તમે લોકો ભારતની બહાર હતા, ચીનમાં રમતા હતા, પણ કદાચ તમને ખબર નહીં હોય, હું પણ તમારી સાથે હતો. હું દરેક ક્ષણે તમારી દરેક પ્રવૃત્તિને, તમારા પ્રયત્નોને, તમારા આત્મવિશ્વાસને, હું અહીં બેઠા બેઠા જીવી રહ્યો હતો. તમે બધાએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે તે ખરેખર અભૂતપૂર્વ છે. અને તે માટે, અમે તમને, તમારા કૉચને અને તમારા પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશવાસીઓ વતી હું તમને આ ઐતિહાસિક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં કોઝિકોડને 'સાહિત્યનું શહેર' અને ગ્વાલિયરને 'સંગીતનું શહેર' તરીકે સામેલ કરવા અંગે પ્રશંસા કરી

November 01st, 04:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં કોઝિકોડને 'સિટી ઓફ લિટરેચર' અને ગ્વાલિયરને 'સંગીતનું શહેર' તરીકે સમાવવાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ કોઝિકોડ અને ગ્વાલિયરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લેનારા ભારતીય રમતવીરોની ટુકડીને સંબોધન કર્યું

November 01st, 04:55 pm

પેરા-એથ્લેટ્સને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા તેમને મળવા અને તેમના અનુભવો વહેંચવા આતુર રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે પણ તમે અહીં આવો છો, ત્યારે તમે નવી આશાઓ અને નવા ઉત્સાહને સાથે લાવો છો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અહીં ફક્ત એક જ બાબત માટે આવ્યા છે અને તે છે પેરા-એથ્લેટ્સને તેમની સફળતા બદલ અભિનંદન. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ પેરા એશિયન ગેમ્સમાં થયેલા વિકાસને ખૂબ નજીકથી અનુસરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી તથા તેમના કોચ અને તેમના પરિવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ દેશના 140 કરોડ નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સિંધિયા શાળાના 125મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 21st, 11:04 pm

મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલનાં 125મા સ્થાપના દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું

October 21st, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 'ધ સિંધિયા સ્કૂલ'ના 125મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ શાળામાં 'મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કર્યો હતો અને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની સફળતા મેળવનારાઓને શાળાના વાર્ષિક એવોર્ડ એનાયત કર્યા હતા. સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે એતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

પ્રધાનમંત્રી શ્રી ‘ધ સિંધિયા સ્કૂલ’ના 125મા સ્થાપક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે

October 20th, 07:39 pm

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી શાળામાં ‘બહુહેતુક રમતગમત સંકુલ’નો શિલાન્યાસ કરશે અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારાઓને શાળાના વાર્ષિક પુરસ્કારો અર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 02nd, 09:07 pm

મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી નરેન્દ્ર સિંહજી તોમર, વીરેન્દ્ર કુમારજી, જ્યોતિરાદિત્ય સિંધિયાજી, અન્ય તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે તેવા મારા પરિવારના તમામ સભ્યો, ગ્વાલિયરની આ ઐતિહાસિક ભૂમિને હું શત્ શત્ વંદન કરું છુ.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને અર્પણ કરી

October 02nd, 03:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે, પીએમએવાય હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશ અને પીએમએવાય – અર્બન હેઠળ નિર્મિત મકાનોનું લોકાર્પણ, જલ જીવન મિશનનાં પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ, આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 9 હેલ્થ સેન્ટર્સ, આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ અને કૅમ્પસમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે ખાતમુહૂર્ત તથા ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનું લોકાર્પણ સામેલ છે.

પ્રધાનમંત્રી શ્રી 2 ઓક્ટોબરનાં રોજ ચિત્તોડગઢ અને ગ્વાલિયરની મુલાકાત લેશે

October 01st, 11:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે પ્રધાનમંત્રી ગ્વાલિયર પહોંચશે, જ્યાં તેઓ આશરે 19,260 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે.

દેશભરના રેલ્વે સ્ટેશનોનો કાયાકલ્પ એ અમારી સરકારની પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી

September 30th, 01:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્વાલિયર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે ચાલી રહેલા કામની પ્રશંસા કરી છે.

ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 01st, 03:51 pm

સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી

April 01st, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર યાદ કર્યા

November 19th, 08:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર યાદ કર્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેમના સાહસ અને આપણા રાષ્ટ્ર માટે અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં.

પ્રધાનમંત્રીએ ગ્વાલિયર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે રાહત જાહેર કરી

March 23rd, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા એ દરેકના નજીકના પરિવારજનોને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખની રકમ મંજૂર કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

March 23rd, 12:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો.

MP means 'Maximum Progress': PM Modi in Gwalior

November 16th, 07:42 pm

Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Shahdol, Madhya Pradesh. PM Modi began his address by applauding the Madhya Pradesh government led by CM Shivraj Singh Chouhan for working tirelessly for the benefit of the people and for empowering their lives. He added that the upcoming Assembly election is not going to be about who wins and who loses the election rather it is going to decide who gets elected to serve the people of Madhya Pradesh and ensure the development of its people.