હરિયાણાના રેવાડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 16th, 01:50 pm

લોકશાહીમાં સીટોનું મહત્વ તો છે જ, પરંતુ મારા માટે તેની સાથે સાથે જનતા-જનાર્દનના આશીર્વાદ એ મારા માટે બહુ મોટી મૂડી છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે, તો તે તમારા સૌના આશીર્વાદને કારણે છે, એ તમારા આશીર્વાદની કમાલ છે. હું બે દેશોનો પ્રવાસ કરીને ગઈકાલે જ મોડી રાત્રે ભારત પાછો ફર્યો છું. આજે યુએઈ અને કતારમાં ભારતને જે પ્રકારનું સન્માન મળે છે, ભારતને દરેક ખૂણેથી શુભેચ્છાઓ મળે છે. એ સન્માન માત્ર મોદીનું નથી. તે સન્માન દરેક ભારતીયનું છે, તે તમારા બધાનું છે. જો ભારતે સફળ G-20 સંમેલન યોજ્યું, તો તે તમારા આશીર્વાદથી થયું છે. ભારતનો ત્રિરંગો ચંદ્ર પર ત્યાં પહોંચ્યો જ્યાં બીજું કોઈ ન પહોંચી શક્યું, તો તે તમારા આશીર્વાદને કારણે થયું છે. 10 વર્ષમાં ભારત 11મા સ્થાનેથી ઉપર આવીને 5મી આર્થિક મહાસત્તા બની ગયું, આ પણ તમારા આશીર્વાદથી થયું છે. અને હવે મારા ત્રીજા કાર્યકાળમાં, મને આવનારાં વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવા માટે તમારા આશીર્વાદ જોઈએ છે.

પ્રધાનમંત્રીએ હરિયાણાનાં રેવાડીમાં રૂ. 9,750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા

February 16th, 01:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ રેવાડીની મુલાકાત લેશે

February 15th, 03:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024નાં રોજ રેવાડી, હરિયાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે તેઓ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલ અને પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. 9750 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.