નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

November 15th, 06:32 pm

આજે કાર્તિક પૂર્ણિમાનો શુભ અવસર છે. આજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હું દેશભરના લોકોને આ તહેવારની શુભકામનાઓ પાઠવું છું. આજે ગુરુ નાનક દેવજીનું 555મુ પ્રકાશ પર્વ પણ છે. હું આ અવસર પર સમગ્ર રાષ્ટ્રને અને ખાસ કરીને વિશ્વભરના આપણા શીખ ભાઈ-બહેનોને અભિનંદન આપું છું. આજે સમગ્ર દેશ આદિવાસી ગૌરવ દિવસની પણ ઉજવણી કરી રહ્યો છે. આજે સવારે જ મેં બિહારના જમુઈમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હવે સાંજે અહીં પહેલો બોડો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આસામ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી બોડો સમુદાયના લોકો પ્રથમ બોડોલેન્ડ ફેસ્ટિવલ માટે આવ્યા છે. હું તમામ બોડો મિત્રોને અભિનંદન આપું છું જેઓ અહીં શાંતિ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના નવા ભવિષ્યની ઉજવણી કરવા માટે એકઠા થયા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

November 15th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર બે દિવસીય મેગા ઇવેન્ટ છે, જેનો ઉદ્દેશ શાંતિ જાળવવાનો અને વાઇબ્રન્ટ બોડો સોસાયટીનું નિર્માણ કરવાનો છે.

બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

November 15th, 11:20 am

બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી

November 15th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ નાનક જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

November 15th, 08:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી ગુરુ નાનક જયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશો આપણને કરુણા, દયા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે.

પીએમ મોદીએ હૈદરાબાદમાં કોટી દીપોત્સવમમાં હાજરી આપી

November 27th, 08:18 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણા ના હૈદરાબાદમાં કોટી દીપોત્સવમમાં હાજરી આપી અને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોવિડ રોગચાળાના નિર્ણાયક સમયે પણ, આપણે તમામ સંબંધિત સમસ્યાઓ અને પડકારોને દૂર કરવા માટે દીવા પ્રગટાવ્યા. તેમણે ટિપ્પણી કરી કે જ્યારે લોકો માને છે અને 'સ્થાનિક માટે અવાજ' પ્રગટ કરે છે ત્યારે તેઓ લાખો ભારતીયોના સશક્તિકરણ માટે દીપ પ્રકટાવે છે. તેમણે ઉત્તરાખંડમાં સુરંગમાં ફસાયેલા વિવિધ શ્રમિકોની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.

140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન

November 26th, 11:30 am

મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.

શ્રી ગુરુ નાનક દેવજીના 553મા પ્રકાશ પર્વની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 07th, 08:13 pm

આપ સૌ જાણો છો કે એક કાર્યકર તરીકે મેં ઘણો સમય પંજાબની ધરતી પર વિતાવ્યો છે અને તે દરમિયાન મને ઘણી વખત ગુરપૂરબ પર અમૃતસરમાં હરમંદિર સાહિબ સમક્ષ માથું ટેકવવાનું સૌભાગ્ય મળ્યું છે. હવે જ્યારે હું સરકારમાં છું, ત્યારે આને પણ હું મારા માટે અને મારી સરકાર માટે એક મોટો લહાવો માનું છું કે આટલા મહત્વપૂર્ણ પ્રકાશ પર્વ અમારી જ સરકાર દરમિયાન આવ્યા. ગુરુ ગોવિંદસિંહજીનું 350મું પ્રકાશ પર્વ મનાવવાનું સૌભાગ્ય અમને મળ્યું. અમને ગુરુ તેગ બહાદુરજીનું 400મું પ્રકાશ પર્વ મનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને જેમ કે આજે જણાવાયું છે, લાલ કિલ્લા પર ત્યારે ખૂબ જ ઐતિહાસિક અને સમગ્ર વિશ્વને સંદેશ આપનારો કાર્યક્રમ હતો. ત્રણ વર્ષ પહેલાં આપણે ગુરુ નાનક દેવજીનો 550મો પ્રકાશોત્સવ પણ દેશ-વિદેશમાં પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો છે.

પ્રધાનમંત્રી મોદી શ્રી ગુરુ નાનક દેવજીના 553મા પ્રકાશ પર્વની ઉજવણીમાં સામેલ થયા

November 07th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શીખ ગુરુ નાનક દેવજીના 553મા પ્રકાશ પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા તથા પૂજાપ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીનું શાલ ઓઢાડી, સિરોપા અને તલવારની ભેટ ધરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ઝાંસી, ઉત્તર પ્રદેશમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

November 19th, 05:39 pm

કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, દેશના સંરક્ષણ મંત્રી અને આ પ્રદેશના યશસ્વી પ્રતિનિધિ અને મારા બહુ વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટજી, એમએસએમઈ રાજ્ય મંત્રી શ્રી ભાનુપ્રતાપ વર્માજી, તમામ અન્ય અધિકારીગણ, એનસીસી કૅડેટ્સ અને એલમ્ની અને ઉપસ્થિત સાથીઓ!

પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં ઉપસ્થિત રહ્યા

November 19th, 05:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં હાજરી આપી હતી. ઝાંસીના કિલ્લાના પરિસરમાં આયોજિત ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ને ઉજવતા ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રાલયની કેટલીય નવી પહેલને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં એનસીસી એલમ્ની એસોસિયેશન, પ્રધાનમંત્રીની આ એસોસિયેશનના પ્રથમ સભ્ય તરીકે નોંધણી કરવામાં આવી હતી; એનસીસી કૅડેટ્સ માટે નેશનલ પ્રોગ્રામ ઑફ સિમ્યુલેશન; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા કિઓસ્ક,; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક માટેની મોબાઇલ એપ; ભારતીય નૌકા દળનાં જહાજો માટે ડીઆરડીઓએ ડિઝાઇન કરેલ અને વિક્સાવેલ આધુનિક ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ ‘શક્તિ’; હળવા લડાકુ હૅલિકૉપ્ટર્સ અને ડ્રોન્સનો સમાવેશ થાય છે. તેમણે ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના ઝાંસી નોડ ખાતે ભારત ડાયનેમિક્સ લિમિટેડના રૂ. 400 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

PM greets people on Parkash Purab of Guru Nanak

November 30th, 09:56 am

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Parkash Purab of Shri Guru Nanak Dev Ji.

મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)

October 25th, 11:00 am

સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…

Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament

January 31st, 01:59 pm

In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.

પ્રધાનમંત્રીએ શ્રી ગુરૂ નાનકદેવજીના 550માં પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

November 12th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરૂ નાનકદેવજીના 550માં પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “આ દિવસ શ્રી ગુરૂ નાનકદેવજીના ન્યાયપૂર્ણ, સમાવેશી અને સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટેના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પોતાને ફરી સમર્પિત કરવાનો છે.”

દેશની એકતાને મજબૂત બનાવવામાં સમાજે હંમેશાં સક્રિય ભૂમિકા નિભાવી છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી

October 27th, 11:00 am

કેટલો ઉત્તમ સંદેશ છે ! આ શ્લોકમાં કહ્યું છે – “પ્રકાશ જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે છે, જે વિપરીત બુદ્ધિનો નાશ કરીને સદબુદ્ધિના દર્શન કરાવે છે. આવી દિવ્યજયોતિને મારા વંદન” આ દીવાળીને યાદ રાખવા માટે તેનાથી વધુ સારો વિચાર બીજો કયો હોઇ શકે કે, આપણે પ્રકાશને ફેલાવીએ, હકારાત્મકતાનો ફેલાવો કરીએ અને શત્રુતાની ભાવનાને જ નષ્ટ કરવાની પ્રાર્થના કરીએ.

દિલ્હીનાં દ્વારકામાં ડીડીએ મેદાન ખાતે દશેરાની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

October 08th, 05:31 pm

ભારત ઉત્સવોની ભૂમિ છે. 365 દિવસમાંથીભાગ્યે જકોઈ એક દિવસ બચતો હશે કે હિન્દુસ્તાનના કોઈ ને કોઈ ખૂણામાં કોઈક ને કોઈક ઉત્સવન ઉજવાતો હોય.

પ્રધાનમંત્રીએ દ્વારકાનાં ડીડીએ મેદાનમાં આયોજિત દશેરા સમારંભમાં ભાગ લીધો

October 08th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં દ્વારકાનાં ડીડીએ મેદાનમાં આયોજિત દશેરા સમારંભમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ વિજયાદશમીનાં પ્રસંગે દેશનાં નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

'મન કી બાત' એ સરકાર અંગે નહીં પરંતુ આપણા સમાજ અને પ્રેરણાદાયી ભારત અંગે છે: વડાપ્રધાન મોદી

November 25th, 11:35 am

'મન કી બાત' ના 50માં વિશેષ સંસ્કરણ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મહત્ત્વના વિષયો પર લંબાણપૂર્વક વાત કરવા ઉપરાંત એ ખુલાસો પણ કર્યો હતો કે તેઓ કેવી રીતે દરેક સંસ્કરણ માટે પોતાની જાતને તૈયાર કરતા હોય છે. વડાપ્રધાન મોદીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરના આપણા બંધારણ પ્રત્યેના અમૂલ્ય પ્રદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગુરુ નાનક દેવજીના શિક્ષણ અંગે અને કેવી રીતે તેમણે સમાજ પ્રત્યે સત્ય, ફરજ, સેવા, કરુણા અને સદભાવનાનો માર્ગ દર્શાવ્યો એ પણ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ગુરૂ નાનક જયંતિ પર શ્રી ગુરૂ નાનક દેવજીને નમન કર્યા

November 23rd, 09:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂ નાનક જયંતિ પર શ્રી ગુરૂ નાનક દેવજીને નમન કર્યા હતા.