ભારત આગળની હરોળના કોરોના યોદ્ધાઓને રસીકરણમાં પ્રાથમિકતા આપીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

January 16th, 03:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની નિઃસ્વાર્થ સશક્ત આત્માઓ કે જેઓ કોરોના સામેની લડાઈ દરમિયાન સંપૂર્ણ બાહ્ય પરિપ્રેક્ષ્યમાં રહેલા હતા તેમની પ્રશંસા કરી હતી. આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવાના પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, “ગયા એક વર્ષમાં ભારતીયોએ એક વ્યક્તિ તરીકે, પરિવાર તરીકે અને એક રાષ્ટ્ર તરીકે ઘણું શીખ્યું છે અને સમજ્યું છે. મહાન તેલુગુ કવિ ગુરાજાડા વેંકટા અપ્પા રાવને ટાંકતા, શ્રી મોદીએ કહ્યું કે આપણે હંમેશા અન્યો માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરવું જોઈએ. એક રાષ્ટ્ર એ માત્ર જમીન, પાણી અને પથ્થર વડે નથી બનતું, પરંતુ રાષ્ટ્રનો અર્થ થાય છે, “આપણે લોકો”. ભારતમાં કોરોના વિરુદ્ધની લડાઈ આ જ ભાવના સાથે લડાઈ છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.