વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

September 27th, 11:00 am

20 વર્ષ પહેલાં અમે એક નાનું બીજ વાવ્યું હતું. આજે તે આટલું વિશાળ અને બૃહદ વાઈબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂરા થવા પર આજે તમારી વચ્ચે રહીને મને ખૂબ જ આનંદ થાય છે. મને યાદ છે, વર્ષો પહેલાં મેં એક વાર કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગની ઇવેન્ટ નથી, પરંતુ તેનાથી પણ વધુ, તે બંધનની ઘટના છે. આ સફળ સમિટ વિશ્વ માટે એક બ્રાન્ડ હોઈ શકે છે, પરંતુ મારા માટે તે મજબૂત બંધનનું પ્રતીક છે. આ તે બંધન છે જે મારી સાથે અને ગુજરાતના 7 કરોડ નાગરિકો સાથે, તેમની ક્ષમતાઓ સાથે જોડાયેલું છે. આ તે બંધન છે જે મારા પ્રત્યેના તેમના અપાર પ્રેમ પર આધારિત છે.

પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું

September 27th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સમય જતાં, તે સાચા અર્થમાં વૈશ્વિક ઘટનામાં પરિવર્તિત થઈ, ભારતમાં પ્રીમિયર બિઝનેસ સમિટમાંની એક તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી.

પ્રધાનમંત્રીએ નર્મદા નદી પરના બેરેજનું ભૂમિપૂજન કર્યું, ભરુચમાં જનસભાને સંબોધન કર્યું

October 08th, 03:15 pm

આ જનસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદય એક્સપ્રેસ પ્રશંસનીય પહેલ છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ કે બિહારનાં લોકોને મદદરૂપ છે, જેઓ તેમનાં ઘરથી દૂર કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકોને છઠ પૂજા માટે તેમનાં વતન જવા માટે સરળતા ઊભી કરશે.