સહકારને અવકાશમાં લઇ જઈએ!

May 05th, 11:00 pm

5 મે 2017, એ ઇતિહાસમાં કોતરાઈ ગયો છે જ્યારે દક્ષીણ એશિયાના સહકારે એક મજબુત પ્રોત્સાહન મેળવ્યું – આ દિવસે સાઉથ એશિયા સેટેલાઈટને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, જે ભારતે બે વર્ષ અગાઉ આપેલા વચનનું પાલન હતું.

સાઉથ એશિયા સેટેલાઈટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોના સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન સંદેશનો મૂળ પાઠ

May 05th, 06:38 pm

સાઉથ એશિયા સેટેલાઇટ આપણને જણાવે છે કે સમાન વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે પ્રાદેશિક સહકારની વાત આવે છે, ત્યારે આપણે અંતરિક્ષમાં પણ ગાઢ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. “सबकासाथसबकाविकास” દક્ષિણ એશિયામાં સહકાર અને કામગીરી માટે દીવાદાંડી બની શકે છે.

સાઉથ એશિયા સેટેલાઇટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણીઓનો મૂળ પાઠ

May 05th, 04:02 pm

આજે દક્ષિણ એશિયા માટે ઐતિહાસિક દિવસ છે. આજે અભૂતપૂર્વ દિવસ છે. બે વર્ષ અગાઉ ભારતે વચન આપ્યું હતું અને આજે પૂર્ણ થયું છે. અમે દક્ષિણ એશિયામાં આપણા ભાઈઓ અને બહેનોના વિકાસ અને સમૃદ્ધિ માટે આધુનિક સ્પેસ ટેકનોલોજીનો લાભ આપવાનું વચન આપ્યું હતું. સાઉથ એશિયા સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગથી ભારતે તેનું વચન પૂર્ણ કર્યું છે. આ સેટેલાઇટના લોન્ચ સાથે આપણે આપણી ભાગીદારીને નવી ઊંચાઈએ પહોંચાડવાની સફર શરૂ કરી છે.