ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે : પ્રધાનમંત્રી
October 21st, 08:08 pm
ભૂટાનના PM શેરિંગ તોબગેની ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ પરની સવારી અંગે આનંદ વ્યક્ત કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ભારતના ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના પ્રયાસોનો એક ભાગ છે.ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024 ઈવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 11th, 12:00 pm
હું ખાસ કરીને SEMI સાથે જોડાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. ભારત વિશ્વનો આઠમો દેશ છે, જ્યાં વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે સંબંધિત આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને હું કહી શકું છું કે- ભારતમાં રહેવાનો આ યોગ્ય સમય છે. તમે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ છો. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના ભારતમાં - ચિપ્સ ક્યારેય ડાઉન નથી હોતી! અને એટલું જ નહીં, આજનું ભારત વિશ્વને વિશ્વાસ આપે છે - જ્યારે ચિપ્સ ડાઉન હોય, ત્યારે તમે ભારત પર દાવ લગાવી શકો છો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું
September 11th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું
August 15th, 10:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.હરિદ્વારના ખેડૂતે મત્સ્ય સંપદા દ્વારા પોતાની આવક બમણી કરીને પ્રધાનમંત્રીને પ્રભાવિત કર્યા
December 27th, 02:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.'ગ્રીન ગ્રોથ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 23rd, 10:22 am
ભારતમાં 2014થી અત્યાર સુધીના તમામ બજેટમાં એક પેટર્ન જોવા મળી છે. પેટર્ન એ છે કે અમારી સરકારનું દરેક બજેટ વર્તમાન પડકારોને ઉકેલવા સાથે નવા યુગના સુધારાને પ્રોત્સાહન આપે છે. ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશન માટેની ભારતની વ્યૂહરચનાનાં ત્રણ મુખ્ય સ્તંભો છે. પ્રથમ- રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધારવું. બીજું- આપણા અર્થતંત્રમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઓછો કરવો. અને ત્રીજું, દેશની અંદર ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ ઝડપી ગતિએ આગળ વધવું. આ વ્યૂહરચના હેઠળ, ઇથેનોલ સંમિશ્રણ હોય, PM-કુસુમ યોજના હોય, સૌર ઉત્પાદન માટે પ્રોત્સાહન હોય, રૂફ-ટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન, બેટરી સ્ટોરેજ, પાછલા વર્ષોના બજેટમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં પણ ઉદ્યોગો માટે ગ્રીન ક્રેડિટ છે, તો ખેડૂતો માટે PM પ્રણામ યોજના છે. જેમાં ગામડાઓ માટે ગોબરધન યોજના અને શહેરી વિસ્તારો માટે વાહન સ્ક્રેપિંગ નીતિ છે. ગ્રીન હાઇડ્રોજન પર ભાર મૂકવામાં આવે છે, તેથી વેટલેન્ડ સંરક્ષણ પર સમાન ધ્યાન આપવામાં આવે છે. ગ્રીન ગ્રોથ અંગે આ વર્ષના બજેટમાં કરાયેલી જોગવાઈઓ એક રીતે આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર છે.પ્રધાનમંત્રીએ 'હરિત વિકાસ'ના મુદ્દે અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું
February 23rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘હરિત વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા 12 પોસ્ટ-બજેટ વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવશે જેમાંથી આ પ્રથમ સત્ર યોજવામાં આવ્યું હતું.કેન્દ્રીય અંદાજપત્ર 2023 અંગે પ્રધાનમંત્રીના પ્રતિભાવનો મૂળપાઠ
February 01st, 02:01 pm
અમૃતકાળનું આ પ્રથમ અંદાજપત્ર વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પૂરો કરવા માટે મજબૂત પાયો રચવાનું કામ કરશે. આ અંદાજપત્રમાં કચડાયેલા વર્ગોના ઉદ્ધારને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ અંદાજપત્ર ગામ-ગરીબ, ખેડૂત, મધ્યમવર્ગ એમ તમામ આકાંક્ષી સમાજ (એસ્પિરેશનલ સોસાયટી)નાં સ્વપ્ન સાકાર કરશે.આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી
February 01st, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે, ભારતના અમૃત કાલનાં પ્રથમ અંદાજપત્રે વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પોને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો સ્થાપિત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે અને આકાંક્ષી સમાજ, ગરીબો, ગામડાઓ અને મધ્યમ વર્ગનાં સ્વપ્નોને સાકાર કરવા પ્રયાસરત છે.સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેમાં પીએમના ભાષણનો મૂળપાઠ
August 25th, 08:01 pm
તમારા બધા સંશોધકોને મળી અને વાત કરીને મને ખરેખર આનંદ થયો. તમે આવા નવા વિષયોને સ્પર્શી રહ્યા છો, તમારા જેવા યુવાનો તમારા કામમાં જે નવીનતા લાવે છે, તમે જે આત્મવિશ્વાસથી તમારું કામ કરો છો, તે મારા જેવા ઘણા લોકો માટે કંઈક નવું કરવાની પ્રેરણા બની રહે છે. એક રીતે, તમે પ્રેરણાના સ્ત્રોત બનો છો, તેથી હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કર્યું
August 25th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કર્યું હતું.કેબિનેટે મેસર્સ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 540 મેગાવોટ ક્વાર હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી
April 27th, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે જમ્મી અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર સ્થિત 540 મેગાવોટ (MW) ક્વાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે રૂ. 4526.12 કરોડના રોકાણને મંજૂરી આપી છે. 27.04.2022 ના રોજ અનુક્રમે 51% અને 49% ના ઇક્વિટી યોગદાન સાથે NHPC અને JKSPDC વચ્ચેની સંયુક્ત સાહસ કંપની મેસર્સ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (M/s CVPPL) દ્વારા પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે.કોલકતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે બીપ્લોબી ભારત ગેલેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
March 23rd, 06:05 pm
પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું
March 23rd, 06:00 pm
શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ધ એનર્જી એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (TERI)ની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદ્દઘાટન કરતાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 06:33 pm
હું 21મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં તમારી સાથે જોડાતાં આનંદ અનુભવું છું. મારા 20 વર્ષના શાસનમાં અમારા માટે, પ્રથમ ગુજરાતમાં અને હવે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને પર્યાવરણલક્ષી વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે.પ્રધાનમંત્રીએ TERIની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું
February 16th, 06:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI)ની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. ડોમિનિકન રિપબ્લિકના પ્રમુખ શ્રી લુઈસ એબિનેડર, કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી, સંયુક્ત રાષ્ટ્રોનાં ઉપ મહામંત્રી સુશ્રી અમીના જે મોહમ્મદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું અને વર્ચ્યુઅલ માધ્યમથી મોરેશિયસમાં નાગરિક સેવા કોલેજ તેમજ 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
January 20th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદકુમાર જુગનાથે આજે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિયોજના ભારત અને મોરેશિયસ વચ્ચે વાઇબ્રન્ટ વિકાસ ભાગીદારીના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રસંગે, બંને દેશોના પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં ભારતના વિકાસ સહકારના ભાગરૂપે નિર્માણ કરવામાં આવનારી અદ્યતન નાગરિક સેવા કોલેજ અને 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાના વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. મોરિશિયસની PMO ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીઓ અને મોરેશિયસ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મોરેશિયસમાં સંયુક્ત ઉદ્ઘાટન અને વિકાસ પરિયોજનાઓના આરંભે પ્રધાનમંત્રી દ્વારા સંબોધન
January 20th, 04:49 pm
ભારતના તમામ 130 કરોડ લોકો તરફથી, મોરેશિયસનાં તમામ ભાઈ-બહેનોને નમસ્કાર, બોન્જૌર અને થાઇપૂસમ કાવડીની શુભકામનાઓ.આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ-ગ્રીન એનર્જી કૉરિડોર તબક્કા-2ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
January 06th, 07:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિએ આજે આશરે 10750 સર્કિટ કિલોમીટર્સ (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન્સ અને આશરે સબ સ્ટેશનોની 27500 મેગા વૉલ્ટ એમ્પિયર્સ (એમવીએ) ટ્રાન્સફોર્મેશન ક્ષમતાને ઉમેરવા આંતર રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ્સ (આઇએનએસટીએસ) માટેની ગ્રીન એનર્જી કૉરિડોર (જીઈસી) તબક્કો બીજા અંગેની યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના સાત રાજ્યો જેમ કે ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં અંદાજે 20 ગિગા વૉટ રિન્યુએબલ એનર્જી (આરઈ) વિદ્યુત પરિયોજનાના ગ્રિડ ઇન્ટિગ્રેશન અને વીજળી ખેંચવાને સુગમ બનાવશે.પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 16th, 04:25 pm
ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવવ્રતજી, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરજી, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી, અન્ય તમામ મહાનુભવો, દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં જોડાયેલા મારા ખેડૂત ભાઈઓ અને બહેનો. દેશનું કૃષિ ક્ષેત્ર, ખેતી અને ખેત કામગીરી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. મેં સમગ્ર દેશના ખેડૂત સાથીઓને આગ્રહ કર્યો હતો કે પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્ક્લેવમાં ચોક્કસ જોડાય. અને જે રીતે હમણાં કૃષિ મંત્રી તોમરજીએ જણાવ્યું તે મુજબ આશરે 8 કરોડ ખેડૂતો ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક ખૂણેથી આપણી સાથે જોડાયા છે. હું તમામ ખેડૂત ભાઈ-બહેનોનું સ્વાગત કરૂં છું, અભિનંદન આપુ છું. હું આચાર્ય દેવવ્રતજીને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજે ખૂબ જ ધ્યાનથી એક વિદ્યાર્થીની જેમ હું તેમની વાતો સાંભળી રહ્યો હતો. હું પોતે ખેડૂત નથી, પણ ખૂબ જ સરળતાથી સમજી શક્યો હતો કે પ્રાકૃતિક ખેતી માટે શું જોઈએ, શું કરવાનું છે તે તેમણે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું હતું. મને પૂરો વિશ્વાસ છે કે આજનું તેમના દ્વારા અપાઈ રહેલું આ માર્ગદર્શન સાંભળવા માટે હું પૂરો સમય હાજર રહ્યો હતો, કારણ કે મને ખબર હતી કે તેમણે સિધ્ધિ પ્રાપ્ત કરી છે અને સફળતાપૂર્વક પ્રયોગો પણ આગળ વધાર્યા છે. આપણાં દેશના ખેડૂતો પણ તેમના ફાયદાની આ વાત ક્યારેય પણ ઓછી નહીં આંકે અને ક્યારેય ભૂલશે નહીં.