વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 14th, 02:30 pm
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય ભાષણ આપવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મને બીજી વખત આ સૌભાગ્ય મળી રહ્યું છે. આ આમંત્રણ અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ જીનો ખૂબ આભારી છું. હું મારા ભાઈ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર વ્યક્ત કરું છું. મને તાજેતરના સમયમાં ઘણી વખત તેમને મળવાની તક મળી છે. તેઓ માત્ર વિઝનના નેતા જ નહીં પણ સંકલ્પના નેતા અને પ્રતિબદ્ધતાના નેતા પણ છે.વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટ 2024માં પ્રધાનમંત્રીની સહભાગિતા
February 14th, 02:09 pm
મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ પ્રધાન અને દુબઈના શાસકના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં વિશ્વ સરકારોની સમિટમાં ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભાગ લીધો હતો. તેમણે સમિટની થીમ - શેપિંગ ધ ફ્યુચર ગવર્મેન્ટ્સ પર વિશેષ મુખ્ય ભાષણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ 2018માં વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં, ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ હાજરી આપી હતી. આ વખતે સમિટમાં 20 વિશ્વ નેતાઓની સહભાગિતા જોવા મળી હતી, જેમાં વૈશ્વિક મેળાવડામાં 10 રાષ્ટ્રપતિઓ અને 10 પ્રધાનમંત્રીઓ, 120થી વધુ દેશોની સરકારો અને પ્રતિનિધિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું.ગુજરાતમાં ઇન્ફિનિટી ફોરમ 2.0ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:09 am
આજે સમગ્ર દુનિયા ભારત પાસેથી અપેક્ષા રાખીને બેઠી છે. અને આ બધું એમ જ નથી થઇ ગયું. આ ભારતની મજબૂત બની રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું પ્રતિબિંબ છે. આ સુધારાઓએ દેશનો આર્થિક પાયો મજબૂત બનાવ્યો છે. મહામારી દરમિયાન, જ્યારે મોટાભાગના દેશો માત્ર આર્થિક અને નાણાકીય રાહત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે અમે લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક સામર્થ્યના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.પ્રધાનમંત્રીએ ઇન્ફિનિટી ફોરમ 2.0માં સંબોધન કર્યું
December 09th, 10:40 am
પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કરતાં ડિસેમ્બર, 2021માં ઇન્ફિનિટી ફોરમની પ્રથમ એડિશનના આયોજન દરમિયાન મહામારીને કારણે વૈશ્વિક આર્થિક સ્થિતિની અનિશ્ચિતતાનો સામનો કરતી દુનિયાને યાદ કરી હતી. હજુ પણ આ ચિંતાજનક સ્થિતિનું સંપૂર્ણપણે સમાધાન થયું નથી એ બાબત પર ભાર મૂકીને અને ભૂરાજકીય તણાવો, ઊંચી મોંઘવારી અને ઋણનું ઊંચું સ્તરના પડકારનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મજબૂતી અને પ્રગતિના પ્રતીક તરીકે ભારતના વિકાસ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં ગિફ્ટ સિટીમાં આ પ્રકારની બેઠકનું આયોજન ગુજરાત માટે ગર્વની વાત છે અને તેના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પ્રધાનમંત્રીએ યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસા અંતર્ગત ‘ગરબા’ને સામેલ કરવા પર ગુજરાતના લોકોને અભિનંદન આપવાની તક પણ ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતની સફળતા રાષ્ટ્રની સફળતા છે.”COP-28માં ભારત UAE સાથે ગ્લોબલ ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવનું સહ-યજમાન છે
December 01st, 08:28 pm
આબોહવા પરિવર્તનના પડકાર સામે અસરકારક પ્રતિભાવ તરીકે, સ્વૈચ્છિક પૃથ્વી તરફી ક્રિયાઓને પ્રોત્સાહિત કરવાની પદ્ધતિ તરીકે ગ્રીન ક્રેડિટ પહેલની કલ્પના કરવામાં આવી છે. તે કુદરતી ઇકો-સિસ્ટમનો કાયકલ્પ કરવા અને પુનર્જીવિત કરવા, નકામી/અધોગતિ પામેલી જમીનો અને નદીના ગ્રહણ વિસ્તારો પર વાવેતર માટે ગ્રીન ક્રેડિટના મુદ્દાની કલ્પના કરે છે.COP-28 સમિટ દરમિયાન ટ્રાન્સફોર્મિંગ ક્લાઈમેટ ફાઇનાન્સ પરના સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 01st, 08:06 pm
તેના G-20 પ્રમુખપદ દરમિયાન, ભારતે ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન બંનેને ખૂબ જ પ્રાથમિકતા આપી છે.પ્રધાનમંત્રીનું COP-28 ખાતે 'ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ' પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં સંબોધન
December 01st, 07:22 pm
આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તેમનું અહીં આવવું, અમારી સાથે થોડો સમય વિતાવવો અને તેમનો સહકાર મેળવવો એ પોતાનામાં જ મોટી વાત છે. UAE સાથે આ ઈવેન્ટનું સહ-આયોજન કરવાનો મને ઘણો આનંદ છે. આ પહેલમાં જોડાવા બદલ હું સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર-શોનનો પણ આભાર વ્યક્ત કરું છું.