ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024માં ટોચના સેમિકન્ડક્ટર સીઈઓએ ભારત અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

September 11th, 04:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. સેમીકોન ઇન્ડિયા 2024નું આયોજન 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન થઈ રહ્યું છે, જેની થીમ 'શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર' છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં ભારતની સેમીકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ દર્શાવવામાં આવી છે, જેમાં ભારતને સેમીકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી છે. વૈશ્વિક સેમીકન્ડક્ટર જાયન્ટ્સનું ટોચનું નેતૃત્વ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યું છે, જે વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમીકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એક સાથે લાવશે. આ સંમેલનમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે.

પીએમ 11મી સપ્ટેમ્બરે SEMICON India 2024નું ઉદ્ઘાટન કરશે

September 09th, 08:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે ઈન્ડિયા એક્સ્પો માર્ટ, ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.