જી.પી.એ.આઈ. શિખર સંમેલન, 2023નાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 12th, 05:20 pm

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વૈશ્વિક ભાગીદારી અંગેની સમિટમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મને ખુશી છે કે ભારત આવતાં વર્ષે આ સમિટની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે સમગ્ર વિશ્વમાં AIને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાંથી સકારાત્મક અને નકારાત્મક તમામ પ્રકારનાં પાસાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. આથી આ સમિટ સાથે જોડાયેલા દરેક દેશની મોટી જવાબદારી છે. વીતેલા દિવસોમાં મને અનેક રાજકીય અને ઉદ્યોગ જગતના નેતાઓને મળવાની તક મળી છે. તેમની સાથેની મુલાકાતમાં પણ મેં આ સમિટ અંગે ચર્ચા કરી છે. વર્તમાન અને ભાવિ પેઢીઓ, AI ની અસરમાંથી કોઈ બાકાત નથી. આપણે ખૂબ જ સતર્કતાની સાથે, ખૂબ જ સાવધાની સાથે આગળ વધવું પડશે. અને તેથી જ મને લાગે છે કે આ સમિટમાંથી ઉદ્‌ભવતા વિચારો, આ સમિટમાંથી નીકળતાં સૂચનો સમગ્ર માનવતાનાં મૂળભૂત મૂલ્યોનું રક્ષણ કરવા અને તેને દિશા આપવાનું કામ કરશે.

પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કર્યું

December 12th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગ્લોબલ એઆઇ એક્સ્પોમાં વોક-થ્રુ પણ કર્યું હતું. જીપીએઆઈ એક બહુ-હિતધારક પહેલ છે, જેમાં 29 સભ્ય દેશો એઆઈ-સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને લાગુ પ્રવૃત્તિઓને ટેકો આપીને એઆઈ પર થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેના અંતરને દૂર કરવાનું લક્ષ્ય ધરાવે છે. ભારત 2024માં જી.પી.એ.આઈ.ની મુખ્ય અધ્યક્ષતા છે.

પ્રધાનમંત્રી 12 ડિસેમ્બરનાં રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે

December 11th, 04:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ આગામી GPAI સમિટ પર લિંક્ડઇન પોસ્ટ લખી

December 08th, 09:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ પર આગામી વૈશ્વિક ભાગીદારી પર લિંક્ડઇન પોસ્ટ કરી છે.