ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 22nd, 10:50 pm

મંત્રી વિન્ફ્રેડ, મંત્રીમંડળના મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આ શિખર સંમેલનમાં ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત સન્નારીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

November 22nd, 09:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.

સંયુક્ત ફેક્ટ શીટઃ અમેરિકા અને ભારત વિસ્તૃત અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે

સંયુક્ત ફેક્ટ શીટઃ અમેરિકા અને ભારત વિસ્તૃત અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે

September 22nd, 12:00 pm

આજે, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુષ્ટિ આપી હતી કે યુ.એસ.-ઇન્ડિયા કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ એન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, 21 મી સદીની વ્યાખ્યાયિત ભાગીદારી, નિર્ણાયક રીતે મહત્વાકાંક્ષી એજન્ડા પર રજૂ કરી રહી છે જે વૈશ્વિક હિતની સેવા કરે છે. નેતાઓએ એતિહાસિક સમયગાળા પર પ્રતિબિંબિત કર્યું હતું જેણે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતને વિશ્વાસ અને સહયોગના અભૂતપૂર્વ સ્તરે પહોંચતા જોયા છે. નેતાઓએ પુષ્ટિ કરી હતી કે, અમેરિકા-ભારતની ભાગીદારી લોકશાહી, સ્વતંત્રતા, કાયદાનું શાસન, માનવાધિકારો, બહુલવાદ અને તમામ માટે સમાન તકો જાળવવામાં સામેલ હોવી જોઈએ, કારણ કે આપણા દેશો વધારે સંપૂર્ણ સંઘ બનવા અને આપણી સહિયારી નિયતિને પહોંચી વળવા આતુર છે. નેતાઓએ પ્રગતિની પ્રશંસા કરી હતી, જેણે યુ.એસ.-ઇન્ડિયા મેજર ડિફેન્સ પાર્ટનરશિપને વૈશ્વિક સુરક્ષા અને શાંતિનો આધારસ્તંભ બનાવી છે, જેણે ઓપરેશનલ સંકલન, માહિતીની વહેંચણી અને સંરક્ષણ ઔદ્યોગિક નવીનતાના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રપતિ બાઈડેન અને પ્રધાનમંત્રી મોદીએ અવિરત આશાવાદ અને અત્યંત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણા લોકો, આપણા નાગરિક અને ખાનગી ક્ષેત્રો અને અમારી સરકારોના ઊંડા સંબંધો બનાવવા માટેના અથાક પ્રયત્નોએ યુ.એસ.-ભારત ભાગીદારીને આગામી દાયકાઓમાં વધુ ઉંચાઈ તરફના માર્ગ પર સ્થાપિત કરી છે.

મંત્રીમંડળે આવરી ન લેવાયેલા 234 નવા શહેરો/નગરોને ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાની મંજૂરી આપી

August 28th, 05:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાનગી એફએમ રેડિયોના પ્રથમ તબક્કાની નીતિ અંતર્ગત રૂ.784.87 કરોડની અંદાજિત અનામત કિંમત સાથે 234 નવા શહેરોમાં 730 ચેનલો માટે આરોહણ ઇ-હરાજીની ત્રીજી બેચ હાથ ધરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી 16-17 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે

January 14th, 09:36 pm

પ્રધાનમંત્રી 16મી જાન્યુઆરીએ, બપોરે 1:30 વાગ્યે, આંધ્રપ્રદેશના લેપાક્ષી, વીરભદ્ર મંદિરમાં પૂજા અને દર્શન કરશે. બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી સત્ય સાઈ જિલ્લાના પલાસમુદ્રમ પહોંચશે અને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN) ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ની 74મી અને 75મી બેચના અધિકારી તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસના અધિકારી તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સિંધિયા શાળાના 125મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 21st, 11:04 pm

મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલનાં 125મા સ્થાપના દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું

October 21st, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 'ધ સિંધિયા સ્કૂલ'ના 125મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ શાળામાં 'મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કર્યો હતો અને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની સફળતા મેળવનારાઓને શાળાના વાર્ષિક એવોર્ડ એનાયત કર્યા હતા. સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે એતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

પ્રધાનમંત્રીનું બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ વાટાઘાટમાં નિવેદન

August 22nd, 10:42 pm

મને ખુશી છે કે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પગ મૂકતાની સાથે જ આપણો કાર્યક્રમ બ્રિક્સ બિઝનેસ ફોરમથી શરૂ થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીની બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ વાટાઘાટમાં સહભાગિતા

August 22nd, 07:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ વાટાઘાટમાં ભાગ લીધો હતો.

ભારત-UAE: આબોહવા પરિવર્તન અંગે સંયુક્ત નિવેદન

July 15th, 06:36 pm

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ આબોહવાની મહત્વાકાંક્ષા, ડીકાર્બનાઇઝેશન અને સ્વચ્છ ઉર્જા સંબંધે સહકાર વધારવા અને UNFCCC કોન્ફરન્સ ઓફ પાર્ટીઝના 28મા સત્રના સાકાર અને અર્થપૂર્ણ પરિણામો પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

પ્રધાનમંત્રીએ એપ્રિલ 2023માં અત્યાર સુધીના સૌથી વધુ GST કલેક્શનની પ્રશંસા કરી

May 01st, 07:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023 માટે અત્યાર સુધીના સૌથી વધુ ₹1.87 લાખ કરોડના GST રેવન્યુ કલેક્શનને ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર ગણાવ્યા છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં મધ્યપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

January 11th, 05:00 pm

મધ્યપ્રદેશ રોકાણકારો સમિટમાં આપ સૌ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે! વિકસિત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રદ્ધા, આધ્યાત્મિકતાથી લઈને પ્રવાસન સુધી, કૃષિથી લઈને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી, મધ્યપ્રદેશ અજબ પણ છે ગજબ પણ છે અને સજાગ પણ છે.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું

January 11th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આજે વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ સમિટ મધ્યપ્રદેશમાં રોકાણની વિવિધ તકોને પ્રદર્શિત કરશે.

પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધનનો મૂળપાઠ

November 02nd, 10:31 am

ભારતમાં આપનું સ્વાગત છે નમ્મા કર્ણાટકમાં આપનું સ્વાગત છે અને નમ્મા બેંગ્લોરમાં આપનું સ્વાગત છે, ગઈકાલે કર્ણાટકમાં વૈશ્વિક રોકાણકારોની મીટમાં રાજ્યોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હું કર્ણાટકના લોકોને અને તે તમામ લોકોને અભિનંદન આપું છું જેમણે કન્નડ ભાષાને પોતાના જીવનનો ભાગ બનાવી છે. આ એ જગ્યા છે જ્યાં પરંપરાની સાથે સાથે ટેકનોલોજી પણ છે. આ એ જગ્યા છે જ્યાં દરેક જગ્યાએ પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ તે જગ્યા છે, જે તેના અદ્ભુત આર્કિટેક્ચર માટે અને વાઈબ્રન્ટ સ્ટાર્ટ-અપ્સ માટે પણ જાણીતી છે. જ્યારે પણ ટેલેન્ટ અને ટેક્નોલોજીની વાત આવે છે, ત્યારે પહેલું નામ જે મગજમાં આવે છે તે બ્રાન્ડ બેંગલુરુ છે, અને આ નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્થાપિત થયું છે. કર્ણાટકની આ ભૂમિ સૌથી સુંદર કુદરતી હોટસ્પોટ્સ માટે જાણીતી છે. એટલે કે, કોમળ ભાષા કન્નડ, અહીંની સમૃદ્ધ સંસ્કૃતિ અને દરેક માટે કન્નડ લોકોનો લગાવ દરેકનું દિલ જીતી લે છે.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું

November 02nd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્ણાટક રાજ્યના વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી આજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળને મળ્યા

September 19th, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે શરૂ કરેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિના પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

September 17th, 05:38 pm

આઝાદીના અમૃતકાળમાં આજે, દેશે વિકસિત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માંડ્યું છે. ભારતમાં છેવાડાની વ્યક્તિ સુધી ડિલિવરીની સેવા વધુ ઝડપથી થાય, પરિવહન સંબંધિત પડકારો દૂર થાય, આપણા ઉત્પાદકો, આપણા ઉદ્યોગોનો સમય અને નાણાં બંનેની બચત થાય, બરાબર એવી જ રીતે જેવું આપણી કૃષિ ઉપજોમાં થઇ રહ્યું છે. વિલંબના કારણે તેને જે નુકસાન થાય છે.

PM launches National Logistics Policy

September 17th, 05:37 pm

PM Modi launched the National Logistics Policy. He pointed out that the PM Gatishakti National Master Plan will be supporting the National Logistics Policy in all earnest. The PM also expressed happiness while mentioning the support that states and union territories have provided and that almost all the departments have started working together.

Seventh meeting of Governing Council of NITI Aayog concludes

August 07th, 05:06 pm

The Prime Minister, Shri Narendra Modi, today heralded the collective efforts of all the States in the spirit of cooperative federalism as the force that helped India emerge from the Covid pandemic.

પ્રધાનમંત્રીએ 5 વર્ષ પૂરા થવા પર GSTની પ્રશંસા કરી

July 01st, 02:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસટીને 5 વર્ષ પૂરા થવા પર વખાણ કર્યા છે અને કહ્યું છે કે આ એક મોટો કર સુધાર છે જેણે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને આગળ વધાર્યું છે અને ‘વન નેશન, વન ટેક્સ’ના વિઝનને પરિપૂર્ણ કર્યું છે.