સહકારી ક્ષેત્રની વિવિધ ચાવીરૂપ પહેલોનાં શિલાન્યાસ/ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:36 am

અત્યારે ‘ભારત મંડપમ્’ વિકસિત ભારતની અમૃત યાત્રામાં અન્ય એક મોટી ઉપલબ્ધિનું સાક્ષી બની રહ્યો છે. ‘સહકારથી સમૃદ્ધિ’નો જે સંકલ્પ દેશે લીધો છે, તેને સાકાર કરવાની દિશામાં અત્યારે આપણે વધારે આગેકૂચ કરી રહ્યાં છીએ. કૃષિ અને ખેતીવાડીનો પાયો મજબૂત કરવામાં સહકારીની શક્તિની બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ જ વિચાર સાથે અમે અલગ સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. અને હવે આ જ વિચાર સાથે આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અત્યારે અમે આપણાં ખેડૂતો માટે દુનિયાની સૌથી મોટી સંગ્રહ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશનાં ખૂણેખૂણે હજારો વેરહાઉસ બનાવવામાં આવશે, હજારો ગોદામ બનાવવામાં આવશે. અત્યારે 18 હજાર પેક્સના કમ્પ્યુટરાઇઝેશનનું મોટું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ તમામ કામ દેશમાં કૃષિ માળખાગત ક્ષેત્રને એક નવો વિસ્તાર આપશે, કૃષિને આધુનિક ટેકનોલોજી સાથે જોડીશું. મેં તમને બધાને આ મહત્વપૂર્ણ અને દૂરગામી પરિણામ લાવતા કાર્યક્રમો માટે બહુ શુભેચ્છા આપું છું. અનેક-અનેક શુભકામનાઓ આપું છું.

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

February 24th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ 'સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના'ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે દેશભરમાં વધારાના 500 પીએસીએસ માટે શિલારોપણ પણ કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ નાબાર્ડ દ્વારા સમર્થિત અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા સંચાલિત સંયુક્ત પ્રયાસ સાથે પીએસીએસ ગોડાઉનોને અનાજની પુરવઠા શ્રુંખલા સાથે સંકલિત કરવાનો, ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાનો અને દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલનો અમલ વિવિધ વર્તમાન યોજનાઓ જેવી કે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ), એગ્રિકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એએમઆઇ) વગેરેના સમન્વય દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રોજેક્ટમાં સહભાગી પીએસીએસને માળખાગત વિકાસ હાથ ધરવા માટે સબસિડી અને ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભો મેળવવા સક્ષમ બનાવી શકાય. પ્રધાનમંત્રીએ દેશભરમાં 18,000 PACSમાં કમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કરવા અને નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકારના સહકાર સે સમૃદ્ધિના વિઝન સાથે સુસંગત છે.

જીસીએમએમએફ, અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 22nd, 11:30 am

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પુરૂષોત્તમ રૂપાલાજી, સંસદમાં મારા સાથીદાર સી.આર. પાટીલ, અમૂલના ચેરમેન શ્રી શ્યામલભાઈ અને અહીં મોટી સંખ્યામાં આવેલા મારા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો

February 22nd, 10:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોટેરા, અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની સફર ખેડી હતી અને ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.

ગુજરાતમાં દિયોદરની બનાસ ડેરીમાં વિકાસ પ્રવૃત્તિઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 19th, 11:02 am

હવે તમારી માફી માંગીને શરૂઆતમાં મારે થોડું હિંદીમાં બોલવું પડશે, કારણ કે મિડિયાવાળા મિત્રોની વિનંતી હતી કે તમે હિંદીમાં બોલશો તો સારૂં રહેશે, તેથી મને લાગ્યું કે બધુ નહીં તો તેમની થોડી વાતને માનવામાં આવે.

પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલ ખાતે બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

April 19th, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂ. 600 કરોડથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી પ્રોડક્ટ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. પ્રધાનમંત્રીએ બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મુખ્ય વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે

April 16th, 02:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.