PM Modi greets people of Goa on Goa Liberation Day

December 19th, 06:17 pm

Greeting the people on the occasion of Goa Liberation Day today, the Prime Minister Shri Narendra Modi recalled the bravery and determination of the great women and men who were actively involved in the movement to free Goa.

પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

December 19th, 03:44 pm

ગોવાને મુક્ત કરવા માટે ચળવળને મજબૂત કરનાર તમામ દિગ્ગજ લોકોની બહાદુરીને યાદ કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ દિવસ પર ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી

December 19th, 11:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા મુક્તિ દિવસ પર ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

ગોવા લિબરેશન ડેની ઉજવણી પ્રસંગે ગોવામાં યોજાયેલ સમારંભને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 19th, 03:15 pm

આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગોવાના રાજ્યપાલ શ્રી પી. એસ. શ્રીધરન પિલ્લઈજી, ગોવાના ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, ઉપ મુખ્યમંત્રી ચંદ્રકાન્ત કાબલેકરજી, મનોહર અજગાંવજી, કેન્દ્રની કેબિનેટમાં મારા સહયોગી શ્રીપદ નાયકજી, ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પટનેકરજી, ગોવા સરકારના તમામ મંત્રીઓ, લોક પ્રતિનિધિ ગણ અને ગોવાના મારા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ગોવામાં યોજાયેલી ગોવા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

December 19th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલા ગોવા મુક્તિ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓ અને ‘ઓપરેશન વિજય’ના સેવા નિવૃત્તિ સૈનિકોનું સન્માન કર્યું હતું. તેમણે કાયાકલ્પ કરવામાં આવેલા ફોર્ટ અગુઆડા જેલ સંગ્રહાલય અને ગોવા મેડિકલ કોલેજ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લૉક, ગોવા જિલ્લા હોસ્પિટલમાં નવો સાઉથ બ્લૉક, મોપા હવાઇમથક ખાતે ઉડ્ડયન કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને મરગાવના ડેબોલિમ-નવેલિમ ખાતે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન સહિત વિકાસની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગોવા ખાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટની ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’નો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને ગોવા મુક્તિ દિનની ઉજવણીમાં ભાગ લેશે

December 17th, 04:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને બપોરે 3 કલાકેની આસપાસ ગોવામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે ગોવા મુક્તિ દિવસની ઉજવણીઓ નિમિત્તે યોજાયેલા સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આ સમારોહમાં ‘ઓપરેશન વિજય’ના સ્વતંત્રતા સેનાનીઓ અને નિવૃત્ત યોદ્ધાઓને સન્માનિત કરશે. ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોના ‘ઓપરેશન વિજય’ની સફળતા નિમિત્તે દર વર્ષે 19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે.