બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટરના ઉદ્ઘાટન અને બોઈંગ સુકન્યા પ્રોગ્રામના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 19th, 03:15 pm

હું બેંગલુરુમાં વિદેશથી આવેલા તમામ મહેમાનોનું વિશેષ સ્વાગત કરું છું. બેંગલુરુ એ આકાંક્ષાઓને નવીનતાઓ અને સિદ્ધિઓ સાથે જોડતું શહેર છે. બેંગલુરુ ભારતની ટેક પોટેન્શિયલને વૈશ્વિક માંગ સાથે જોડે છે. બોઇંગનું આ નવું ગ્લોબલ ટેક્નોલોજી કેમ્પસ બેંગલુરુની આ ઓળખને પણ મજબૂત બનાવશે. અમેરિકાની બહાર બોઇંગ કંપનીની આ સૌથી મોટી સુવિધા હશે. તેથી, આ સુવિધા માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઉડ્ડયન બજારને એક નવી તાકાત આપવા જઈ રહી છે. પણ મિત્રો, આ સુવિધાનું મહત્વ માત્ર એટલું જ નથી. તે વૈશ્વિક ટેક, સંશોધન અને નવીનતા, ડિઝાઇન અને માંગને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. આ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના આ સંકલ્પને મજબૂત બનાવે છે. આ કેમ્પસ ભારતની પ્રતિભામાં વિશ્વના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. આજે, આ દિવસ એ હકીકતની પણ ઉજવણી કરે છે કે એક દિવસ ભારત આ સુવિધામાં ભવિષ્યના એરક્રાફ્ટને પણ ડિઝાઇન કરશે, અને તેથી હું બોઇંગના સમગ્ર સંચાલનને, તમામ હિતધારકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. - હું તમને શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં બેંગાલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું

January 19th, 02:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં બેંગાલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર (બીઇઇટીસી) કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. 1,600 કરોડના રોકાણ સાથે નિર્મિત 43 એકરનું આ કેમ્પસ અમેરિકાની બહાર બોઇંગનું આ પ્રકારનું સૌથી મોટું રોકાણ છે. પ્રધાનમંત્રીએ બોઇંગ સુકન્યા પ્રોગ્રામ પણ શરૂ કર્યો હતો, જેનો હેતુ દેશના વધતા જતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતભરમાંથી વધુ યુવતીઓના પ્રવેશને સમર્થન આપવાનો છે.