ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 03:00 pm
આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું
February 19th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોજાયેલા વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 08th, 12:00 pm
દેવભૂમિ ઉત્તરાખંડમાં આવીને મારું મન ધન્ય થઇ જાય છે. થોડાં વર્ષો પહેલાં હું બાબા કેદારના દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે અચાનક મારા મોંમાંથી શબ્દો નીકળી ગયા હતા કે, 21મી સદીનો આ ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો છે. અને મને એ વાતની ખુશી છે કે, હું મારા નિવેદનને સતત ચરિતાર્થ થતું જોઇ રહ્યો છું. આપ સૌને આ ગૌરવમાં જોડાવા માટે, ઉત્તરાખંડની વિકાસયાત્રા સાથે જોડવા માટે એક ખૂબ જ મોટો અવસર મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ, ઉત્તરકાશીમાં સુરંગમાંથી આપણા શ્રમિક ભાઇઓને સુરક્ષિત રીતે બચાવવા માટે હાથ ધરવામાં આવેલા સફળ અભિયાન માટે હું ખાસ કરીને રાજ્ય સરકાર સહિત દરેકને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ 'ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકારો શિખર સંમેલન 2023'નું ઉદ્ઘાટન કર્યું
December 08th, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થામાં આયોજિત 'ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકારો શિખર સંમેલન 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ પ્રદર્શનનું પગપાળા અવલોકન પણ કર્યું હતું અને ગ્રાઉન્ડ બ્રેકિંગ વૉલનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પુસ્તક સશક્ત ઉત્તરાખંડ અને બ્રાન્ડ હાઉસ ઑફ હિમાલયનું વિમોચન પણ કર્યું હતું. આ શિખર સંમેલનની થીમ 'શાંતિથી સમૃદ્ધિ' છે.પ્રધાનમંત્રી 8મી ડિસેમ્બરે દેહરાદૂનની મુલાકાત લેશે અને ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે
December 06th, 02:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી ડિસેમ્બર, 2023ના રોજ દેહરાદૂન, ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, તેઓ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂનમાં આયોજિત ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.યુપી રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
February 26th, 12:01 pm
આ દિવસોમાં જોબ ફેર મારા માટે ખાસ પ્રસંગ બની ગયો છે. છેલ્લા ઘણા મહિનાઓથી હું જોઈ રહ્યો છું કે ભાજપ શાસિત રાજ્યમાં દર અઠવાડિયે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે, હજારો યુવાનોને રોજગાર માટે નિમણૂક પત્ર આપવામાં આવે છે. હું ભાગ્યશાળી છું કે મને તેમનામાં સાક્ષી બનવાનો લહાવો મળી રહ્યો છે. આ પ્રતિભાશાળી યુવાનો સરકારી તંત્રમાં નવા વિચારો લાવી રહ્યા છે, કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી રહ્યા છે.પ્રધાનમંત્રીએ યુપી રોજગાર મેળાને સંબોધન કર્યું
February 26th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો સંદેશ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારના રોજગાર મેળાને સંબોધન કર્યું હતું. મેળામાં, યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર અને નાગરિક પોલીસ, પ્લાટૂન કમાન્ડર અને ફાયર વિભાગના સેકન્ડ ઓફિસરમાં સમકક્ષ પોસ્ટ માટે સીધી ભરતી માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.લખનૌ, ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક રોકાણકાર શિખર 2023 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 10th, 11:01 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદી બહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય જી, બ્રજેશ પાઠક જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી તથા અહીં લખનૌના પ્રતિનિધિ શ્રીમાન રાજનાથ સિંહ જી, અલગ અલગ દેશોમાંથી આવેલા આપ તમામ વરિષ્ઠ મહાનુભાવો, ઉત્તર પ્રદેશના તમામ મંત્રીગણ તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિત (વૈશ્વિક રોકાણકાર શિખર)માં પધારેલા ઉદ્યોગ જગતના સન્માનનીય સદસ્ય, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમૂદાય, નીતિ ઘડવૈયા, કોર્પોરેટ્સના આગેવાનો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું
February 10th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે વૈશ્વિક વેપાર શોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્વેસ્ટ યુપી 2.0 લોન્ચ કર્યું હતું. ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023 એ ઉત્તરપ્રદેશ સરકારનું મુખ્ય રોકાણકાર સંમેલન છે જે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, થિંક ટેન્ક અને દુનિયાભરના અગ્રણીઓને સામૂહિક રીતે વ્યવસાયની તકો શોધવા માટે અને ભાગીદારી બનાવવા માટે એક મંચ પર આવશે. પ્રધાનમંત્રીએ અહીં યોજાયેલા પ્રદર્શનમાં પ્રદર્શન પણ લટાર મારી હતી.પ્રધાનમંત્રી શ્રી 10 ફેબ્રુઆરીએ યુપી અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે
February 08th, 05:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી લખનૌની મુલાકાત લેશે જ્યાં તેઓ ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે. બપોરે 2:45 વાગ્યે, તેઓ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ રાષ્ટ્રને બે રોડ પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે - સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસ પ્રોજેક્ટ. ત્યાર બાદ, લગભગ 4:30 વાગ્યે સાંજે, તેઓ મુંબઈમાં અલ્જામેઆ-તુસ-સૈફિયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.મધ્યપ્રદેશના ઈન્દોરમાં મધ્યપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 11th, 05:00 pm
મધ્યપ્રદેશ રોકાણકારો સમિટમાં આપ સૌ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે! વિકસિત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રદ્ધા, આધ્યાત્મિકતાથી લઈને પ્રવાસન સુધી, કૃષિથી લઈને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી, મધ્યપ્રદેશ અજબ પણ છે ગજબ પણ છે અને સજાગ પણ છે.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું
January 11th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આજે વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ સમિટ મધ્યપ્રદેશમાં રોકાણની વિવિધ તકોને પ્રદર્શિત કરશે.ધર્મશાળા, હિમાચલ પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 07th, 04:04 pm
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી જયરામ ઠાકુરજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદપટેલજી, અનુરાગ ઠાકુરજી, નીતિ આયોગના વાઈસ ચેરમેન ડોક્ટર રાજીવ કુમારજી, યુએઈના ભારતમાં રાજદૂત ડોક્ટર અહમદ અલ્બાના, ઉદ્યોગ જગતના દિગ્ગજ સાથી, અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવ અને મારા પ્રિય સાથીઓ,પ્રધાનમંત્રીએ ધરમશાળામાં રાઇઝિંગ હિમાચલ: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019નું ઉદઘાટન કર્યું
November 07th, 11:22 am
પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.આસામના ગુવાહાટી ખાતે એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો
February 03rd, 02:10 pm
આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
February 03rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધિત કરશે
February 02nd, 06:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગૌહાટીમાં એડવાન્ટેજ અસમ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, 2018નાં ઉદઘાટન સત્રનું સંબોધન કરશે.પ્રધાનમંત્રીએ ઝારખંડમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને હાર્દિક શુભેચ્છા પાઠવી
February 16th, 12:24 pm
PM Narendra Modi has extended best wishes to the Global Investors' Summit 2017 in Jharkhand. Investment generated from Invest Jharkhand will create several opportunities for people of the state and give wings to their aspirations. Skills and determination of people of Jharkhand and proactive efforts of Jharkhand Government are bringing record development in the state., the PM said.