મન કી બાત, ડિસેમ્બર 2023
December 31st, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.નવી દિલ્હીમાં નેશનલ ટેક્નોલોજી ડે પર એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
May 11th, 11:00 am
આજે, 11 મે, ભારતના ઇતિહાસમાં સૌથી ગૌરવપૂર્ણ દિવસો પૈકીનો એક છે. આજે ભારતના વૈજ્ઞાનિકોએ પોખરણમાં તે સિદ્ધિ હાંસલ કરી હતી, જેનાથી ભારત માતાના દરેક બાળકને ગર્વ થયો હતો. હું એ દિવસ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે અટલજીએ ભારતના સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. પોખરણ પરમાણુ પરીક્ષણ દ્વારા, ભારતે માત્ર તેની વૈજ્ઞાનિક ક્ષમતા જ સાબિત કરી નથી, પરંતુ ભારતના વૈશ્વિક કદને પણ એક નવી ઊંચાઈ આપી છે. અટલજીના પોતાના શબ્દોમાં કહીએ તો અમે અમારા મિશનમાં ક્યારેય રોકાયા નથી. કોઈપણ પડકાર સામે ક્યારેય ઝૂક્યા નથી. હું તમામ દેશવાસીઓને નેશનલ ટેકનોલોજી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણી કરવા એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
May 11th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પ્રધાનમંત્રીએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રધાનમંત્રીના દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝનની સાથે સુસંગત છે.ભારત લોકશાહીની માતા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.PM feels proud of our Innovators as India climbs to the 40th rank in the Global Innovation Index of WIPO
September 29th, 09:42 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed pride for Indian Innovators as India climbs to the 40th rank in the Global Innovation Index of World Intellectual Property Organization (WIPO).The Prime Minister, Shri Narendra Modi has expressed pride for Indian Innovators as India climbs to the 40th rank in the Global Innovation Index of World Intellectual Property Organization (WIPO).કેન્દ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 10th, 10:31 am
21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જાની માફક છે જેમાં તમામ ક્ષેત્રના વિકાસને, દરેક રાજ્યના વિકાસને ખૂબ જ વેગ આપવાનું સામર્થ્ય છે. આજે જ્યારે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે તો તેમાં ભારતની વિજ્ઞાન તથા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આવામાં નીતિ-નિર્માતાઓના શાસન-પ્રશાસન સાથે સંકળાયેલા આપણા લોકોની જવાબદારી ઓર વધી જાય છે. મને આશા છે કે અમદાવાદની સાયન્સ સિટીમાં યોજાઇ રહેલા આ મંથન, આપને એક નવી પ્રેરણા આપશે. સાયન્સને પ્રોત્સાહિત કરવાના ઉત્સાહથી ભરી દેશે.PM inaugurates ‘Centre-State Science Conclave’ in Ahmedabad via video conferencing
September 10th, 10:30 am
PM Modi inaugurated the ‘Centre-State Science Conclave’ in Ahmedabad. The Prime Minister remarked, Science is like that energy in the development of 21st century India, which has the power to accelerate the development of every region and the development of every state.‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ’ ખાતે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 05th, 03:40 pm
ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલનું 5મું સત્ર એવા સ્થાન પર થઈ રહ્યું છે, જેણે જ્ઞાન-વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં માનવતાની સેવા કરનારી મહાન વિભૂતિઓ ઉત્પન્ન કરી છે. આ ઉત્સવ એવા સમયમાં યોજાઈ રહ્યો છે, જ્યારે 7 નવેમ્બરના રોજ સી વી રમણ અને ૩૦ નવેમ્બરે જગદીશચંદ્ર બોઝની જન્મજયંતી ઉજવવામાં આવશે.પ્રધાનમંત્રીએ કોલકાતામાં આયોજિત પાંચમા ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
November 05th, 03:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં આયોજિત પાંચમા ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની કામગીરીની સુવર્ણ જયંતીની ઉજવણીનાં ઉપક્રમે પ્રધાનમંત્રી મોદીનાં વક્તવ્યનો મુળપાઠ
November 03rd, 11:08 am
આપણે અહીં સુવર્ણ ભૂમિ, થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણ જયંતી કે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આ ખરાં અર્થમાં વિશેષ પ્રસંગ છે. હું આદિત્ય બિરલા ગ્રૂપની ટીમને અભિનંદન આપું છું. આપણે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં પ્રશંસનીય કાર્ય વિશે શ્રી કુમાર મંગલમ બિરલાને સાંભળ્યાં. આ સમૂહ, દેશમાં ઘણાં લોકો રોજગારી અને સમૃદ્ધિની તકોનું સર્જન કરી રહ્યું છે.થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણજયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનના મુખ્ય મુદ્દા
November 03rd, 10:32 am
આપણે અહીં થાઇલેન્ડમાં છીએ જે ભારતની સંસ્કૃતિ સાથે ખૂબ મજબૂત નાતો ધરાવે છે. અને, આ દેશમાં અગ્રણી ઔદ્યોગિક જૂથની ઉપસ્થિતિના પચાસ વર્ષ પૂર્ણ થવાની આપણે ઉજવણી કરી રહ્યાં છીએ.પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપી
November 03rd, 07:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની 50 વર્ષની યાદગારી સ્વરૂપે આયોજિત સુવર્ણ જયંતિ કાર્યક્રમમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રૂપનાં ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાએ થાઇલેન્ડમાં ગ્રૂપની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.Today, India has emerged as the world’s third biggest startup nation: PM Modi
March 02nd, 10:01 pm
The Prime Minister, Shri Narendra Modi, today addressed students at the Grand Finale of the Smart India Hackathon, via Video Conference. He interacted with several groups of students participating in the Hackathon, at various institutes across the country. The interaction with students covered themes such as agriculture, finance, malnutrition, and education.પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી
March 02nd, 10:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની ગ્રાન્ડ ફિનાલેમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે હેકેથોનમાં સહભાગી થયેલા દેશભરની વિવિધ સંસ્થાઓનાં વિદ્યાર્થીનાં કેટલાક જૂથો સાથે વાતચીત કરી હતી. એમાં કૃષિ, અર્થશાત્ર, કુપોષણ અને શિક્ષણ જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ હતી.નવી દિલ્હીમાં ભારત ઇટાલી ટેકનોલોજી સમિટના વિદાયસમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 30th, 04:23 pm
આદરણીય, પ્રધાનમંત્રી જુસૈપ્પે કોન્તેજી, કેબીનેટમાં મારા સહયોગી ડૉ. હર્ષવર્ધનજી, ટેક સમિટમાં ઉપસ્થિત ટેકનોલોજીની દુનિયા સાથે જોડાયેલા ભારત અને ઇટાલીના સૌ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ભારત ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ
October 30th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે ભારત–ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રી જુસૈપ્પે કોન્તે પણ ઉપસ્થિત રહ્યા હતા.આઈઆઈટી બોમ્બેના 56માં પદવિદાન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
August 11th, 12:10 pm
આજે 11 ઓગસ્ટ છે. 110 વર્ષ પહેલા દેશની આઝાદી માટે આજના જ દિવસે ખુદીરામ બોઝે માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દીધું હતું. હું એ વીર ક્રાંતિકારીને નમન કરું છું, દેશ તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.PM Modi attends convocation ceremony of IIT Bombay
August 11th, 12:10 pm
At the convocation of IIT Bombay, PM Modi said that IITs have become 'India's Instrument of Transformation'. The PM appealed to students to innovate in India and innovate for humanity. He said, From mitigating climate change to ensuring better agricultural productivity, from cleaner energy to water conservation, from combatting malnutrition to effective waste management, let us affirm that the best ideas will come from Indian laboratories and from Indian students.નવી દિલ્હીમાં વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 11:47 am
મંત્રીમંડળના મારા સાથીદાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુજી, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીજી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સી. આર ચૌધરીજી, વાણિજ્ય મંત્રાલય અને સંબંધિત વિભાગોનો અધિકારીઓ તથા અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો.વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન
June 22nd, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગ માટેની એક નવી કચેરી, વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો હતો.