G-20 શિક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા વીડિયો સંદેશનો મૂળપાઠ
June 22nd, 11:00 am
G20 શિક્ષણ મંત્રીઓની બેઠક માટે હું ભારતમાં આપ સૌનું સ્વાગત કરું છું. શિક્ષણ એ માત્ર એક એવો પાયો નથી કે જેના પર આપણી સંસ્કૃતિનું નિર્માણ થયું હોય છે, પરંતુ તે માનવજાતના ભવિષ્યનું શિલ્પી પણ છે. શિક્ષણ મંત્રી તરીકે તમે, સૌના માટે વિકાસ, શાંતિ અને સમૃદ્ધિની દિશામાં આપણે જે પ્રયાસો કરી રહ્યાં છીએ તે દિશામાં માનવજાતનું નેતૃત્વ કરનારા શેરપાઓ છો. ભારતીય શાસ્ત્રોમાં, શિક્ષણની ભૂમિકાને જીવનમાં આનંદ લાવવાની ચાવી તરીકે વર્ણવવામાં આવી છે. ॥ विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम्। पात्रत्वात् धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥ મતલબ કે: “સાચું જ્ઞાન વિનમ્રતા આપે છે. વિનમ્રતામાંથી યોગ્યતા આવે છે. યોગ્યતાથી ધનની પ્રાપ્તિ થાય છે. ધનથી વ્યક્તિ સારા કાર્યો કરવા માટે સમર્થ બને છે. અને, આ એવી અવસ્થા છે જે આનંદ લાવે છે. આથી જ, ભારતમાં અમે એક સર્વગ્રાહી અને વ્યાપક સફરની શરૂઆત કરી છે. અમે માનીએ છીએ કે, મૂળભૂત સાક્ષરતા આપણા યુવાનો માટે મજબૂત આધારનું નિર્માણ કરે છે. અને, અમે તેને ટેક્નોલોજી સાથે પણ જોડી રહ્યા છીએ. આના માટે, અમે ''નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી'' એટલે કે 'નિપુણ ભારત'' પહેલનો આરંભ કર્યો છે. મને એ વાતનો આનંદ છે કે, તમારા જૂથ દ્વારા પણ ''મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન''ને પ્રાથમિકતા તરીકે ઓળખવામાં આવ્યા છે. આપણે 2030 સુધીમાં તેના પર સમયબદ્ધ રીતે કામ કરવાનો અવશ્ય સંકલ્પ લેવો જોઇએ.પ્રધાનમંત્રીએ જી20નાં સભ્ય દેશોનાં શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
June 22nd, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે પૂણેમાં આયોજિત જી20 સંગઠનના સભ્ય દેશોના શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.ડિંડીગુલમાં ગાંધીગ્રામ રૂરલ ઇન્સ્ટિટ્યૂટના 36મા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 11th, 04:20 pm
અહીં દિક્ષાંત સમારંભમાં આવવું એ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી અનુભવ છે. ગાંધીગ્રામનું ઉદ્ઘાટન ખુદ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પ્રાકૃતિક સૌંદર્ય, સ્થિર ગ્રામીણ જીવન, સરળ પરંતુ બૌદ્ધિક વાતાવરણ, મહાત્મા ગાંધીના ગ્રામીણ વિકાસના વિચારોની ભાવનાને અહીં જોઈ શકાય છે. મારા યુવાન મિત્રો, તમે બધા ખૂબ જ અગત્યના સમયે સ્નાતક થઈ રહ્યા છો. ગાંધીવાદી મૂલ્યો ખૂબ જ પ્રાસંગિક બની રહ્યાં છે. પછી તે સંઘર્ષોનો અંત લાવવાની વાત હોય કે પછી આબોહવાની કટોકટીની વાત હોય, મહાત્મા ગાંધીના વિચારો પાસે આજના ઘણા સળગતા પ્રશ્નોના જવાબો છે. ગાંધીવાદી જીવનશૈલીના વિદ્યાર્થીઓ તરીકે, તમારી પાસે મોટી અસર કરવાની એક મહાન તક છે.PM attends 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul, Tamil Nadu
November 11th, 04:16 pm
PM Modi attended the 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul in Tamil Nadu. The Prime Minister mentioned that Mahatma Gandhi’s ideals have become extremely relevant in today’s day and age, be it ending conflicts or climate crises, and his ideas have answers to many challenges that the world faces today.ભારતનાં જી20 નેતૃત્વ માટેનાં લોગો, થીમ અને વેબસાઇટનાં અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 08th, 07:31 pm
મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું
November 08th, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પીએમ-કિસાન સમ્માન સંમેલન 2022ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:11 am
તહેવારોના પડઘા ચારેબાજુ સંભળાઇ રહ્યા છે, દિવાળી ઉંબરે આવી રહી છે. અને આજે એક એવો અવસર છે, કે આ એક જ પરિસરમાં, આ જ પ્રિમાઇસિસમાં, એક જ મંચ પર, સ્ટાર્ટ-અપ્સ છે અને દેશના લાખો ખેડૂતો પણ છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન, એક રીતે જોવામાં આવે તો આ સમારંભમાં આપણને આ મંત્રનું જીવંત સ્વરૂપ દેખાઇ રહ્યું છે.PM inaugurates PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute, New Delhi
October 17th, 11:10 am
The Prime Minister, Shri Narendra Modi inaugurated PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute in New Delhi today. The Prime Minister also inaugurated 600 Pradhan Mantri Kisan Samruddhi Kendras (PMKSK) under the Ministry of Chemicals & Fertilisers. Furthermore, the Prime Minister also launched Pradhan Mantri Bhartiya Jan Urvarak Pariyojana - One Nation One Fertiliser.વૈશ્વિક આવિષ્કાર સંમેલન 2021નાં પ્રથમ સત્ર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 18th, 03:57 pm
કોવિડ-19 મહામારીએ આરોગ્યસંભાળ ક્ષેત્રની અગત્યતાને તીવ્ર રીતે કેન્દ્રમાં લાવી દીધી છે. જીવનપદ્ધતિ હોય કે દવાઓ, મેડિકલ ટેકનોલોજી કે રસીઓ, આરોગ્યસંભાળનાં દરેક પાસાંને છેલ્લાં બે વર્ષોથી વૈશ્વિક ધ્યાન મળી રહ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં, ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પણ પડકારો સામે ઊભી થઈ છે.પ્રધાનમંત્રીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પ્રથમ વૈશ્વિક આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
November 18th, 03:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના પ્રથમ વૈશ્વિક આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય અવકાશ સંગઠનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 11th, 11:19 am
તમારી યોજનાઓ, તમારા વિઝનને સાંભળીને તથા તમારા સૌનો જુસ્સો જોઈને મારો ઉત્સાહ પણ અનેક ઘણો વધી ગયો છે.પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો
October 11th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.ઉપયોગી માહિતી: ક્વાડ નેતાઓનું શિખર સંમેલન
September 25th, 11:53 am
24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે વ્હાઇટ હાઉસમાં ક્વાડના નેતાઓનાં સૌપ્રથમ પ્રત્યક્ષ કે વ્યક્તિગત શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં નેતાઓએ મહત્વાકાંક્ષી પહેલો પર ભાર મૂક્યો છે, જેમાં 21મી સદીના પડકારો ઝીલવા સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને વધારે વ્યવહારિક સાથસહકાર માટેની પહેલો સામેલ છે. આ પડકારોમાં સલામત અને અસરકારક રસીનું ઉત્પાદન અને સુલભતા વધારીને કોવિડ-19 મહામારીનો અંત લાવવો, ઉચ્ચ પ્રમાણભૂત માળખાને પ્રોત્સાહન આપવું, આબોહવાની કટોકટીનો સામનો કરવો, વિકસતી ટેકનોલોજીઓ પર જોડાણ, અંતરિક્ષ અને સાયબર સુરક્ષા સામેલ છે. વળી તમામ સભ્ય દેશોમાં નવી પેઢીની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની બાબત પણ સામેલ છે.શ્રીલા ભક્તિવેદાન્તા સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 01st, 04:31 pm
હરે કૃષ્ણ, આજના આ પાવન અવસરે આપણી સાથે જોડાયેલા ભારતના સંસ્કૃતિ મંત્રી શ્રીમાન જી કિશન રેડ્ડી, ઇસ્કોન બ્યૂરોના પ્રમુખ શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામીજી અને વિશ્વના અલગ અલગ દેશોમાંથી આપણી સાથે જોડાયેલા સાથીઓ અને કૃષ્ણ ભક્તગણ.પ્રધાનમંત્રીએ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો
September 01st, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો હતો. કેન્દ્રીય સાંસ્કૃતિક, પર્યટન અને પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.કોવિન ગ્લોબલ કોન્ક્લેવ 2021માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 05th, 03:08 pm
કોવિડ-19 સામે લડત માટે ટેકનોલોજી આપણો આંતરિક હિસ્સો બની રહી છે. સદ્દભાગ્યે સોફ્ટવેર એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં સાધનોનો કોઈ અવરોધ નહીં હોવાથી અમે અમારી કોવિડ ટ્રેકીંગ અને ટ્રેસીંગ એપ ટેકનિકલ દ્રષ્ટિએ તે અર્થક્ષમ બની ત્યારથી જ તેને ઓપન સોર્સ બનાવી છે. 200 મિલિયન કરતાં વધુ વપરાશકારો ધરાવતી આ ‘આરોગ્ય સેતુ’ એપ ડેવલપર્સ માટે સરળતાથી જ ઉપલબ્ધ એપ બની છે. ભારતમાં ઉપયોગ થયા પછી તમે સુનિશ્ચિતતા રાખી શકો છો કે ઝડપ અને વ્યાપની દ્રષ્ટિએ તે વાસ્તવિક દુનિયામાં ચકાસાયેલી છે.વિશ્વ કોવિડ 19નો મુકાબલો કરે એ માટે ભારતે કોવિન પ્લેટફોર્મને ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધરતા પ્રધાનમંત્રીએ કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું
July 05th, 03:07 pm
વિશ્વને કોવિડ 19નો મુકાબલો કરવા માટે ભારતે એનું કોવિન પ્લેટફોર્મ ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધર્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું હતું.આપણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ કે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચેઃ પ્રધાનમંત્રી શ્રી મોદી
June 21st, 08:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગ આચાર્યો, યોગ પ્રચારકો અને યોગ કાર્ય સાથે સંકળાયેલા પ્રત્યેક વ્યક્તિને એ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચે. તેઓ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંબોધન કરી રહ્યા હતા.કોવિડ-પ્રભાવિત વિશ્વમાં યોગ આશાના કિરણ સમાન છેઃ પ્રધાનમંત્રી મોદી
June 21st, 08:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહામારી દરમિયાન યોગની ભૂમિકાના સંદર્ભમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે આ કઠિન સમયમાં યોગ લોકો માટે એક શક્તિ અને આત્મવિશ્વાસનું સાધન સિદ્ધ થયું છે. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન દેશો માટે યોગ દિવસ ભૂલવો આસાન હતો કેમકે આ તેમની સંસ્કૃતિનું આંતરિક અંગ નથી, પરંતુ તેનાથી વિપરિત, વિશ્વ સ્તર પર યોગ પ્રત્યે ઉત્સાહમાં વૃદ્ધિ થઈ છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:42 am
આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું એક કિરણ બની રહ્યો છે. બે વર્ષથી દુનિયાભરના દેશોમાં કોઈ મોટો કાર્યક્રમ આયોજીત થયો ન હોય તો પણ યોગ પ્રત્યેનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. કોરોના હોવા છતાં પણ આ વખતે યોગ દિવસના વિષય ‘યોગ ફોર વેલનેસ’ ને કારણે કરોડો લોકોના ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો છે. હું આજે યોગ દિવસે એવી આશા વ્યક્ત કરૂં છું કે દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે, બધે એક બીજાની સાથે રહીને પરસ્પરની તાકાત બને.