ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગીતા પ્રેસની શતાબ્દી ઉજવણીના સમાપન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 07th, 04:00 pm

શ્રાવણનો પવિત્ર માસ, ઈન્દ્ર દેવના આશીર્વાદ, શિવાવતાર ગુરુ ગોરખનાથની તપોસ્થળી અને અનેકાનેક સંતોની કર્મસ્થળી આ ગીતાપ્રેસ ગોરખપુર! જ્યારે સંતોના આશીર્વાદ ફળીભૂત થાય ત્યારે આવા સુખદ અવસરનો લાભ મળે છે. મારી આ વખતે ગોરખપુરની મુલાકાત 'વિકાસ ભી, વિરાસત ભી'ની આ નીતિનું એક અદ્‌ભૂત ઉદાહરણ છે. મને હમણાં જ ચિત્રમય શિવ પુરાણ અને નેપાળી ભાષામાં શિવ પુરાણનાં વિમોચનનું સૌભાગ્ય મળ્યું છે. ગીતા પ્રેસના આ કાર્યક્રમ પછી હું ગોરખપુર રેલવે સ્ટેશન જઈશ. ગોરખપુર રેલવે સ્ટેશનનાં આધુનિકીકરણનું કામ પણ આજથી જ શરૂ થવા જઈ રહ્યું છે. અને જ્યારથી મેં તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે. લોકોએ ક્યારેય વિચાર્યું જ ન હતું કે રેલવે સ્ટેશનોનો પણ આ રીતે કાયાકલ્પ થઈ શકે છે. અને આ જ કાર્યક્રમમાં હું ગોરખપુરથી લખનૌ સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીશ. અને એ સાથે જ જોધપુરથી અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. વંદે ભારત ટ્રેને સવલતો અને સુવિધાઓ માટે દેશના મધ્યમ વર્ગને એક નવી ઉડાન આપી છે. એક સમય હતો જ્યારે નેતાઓ પત્ર લખતા હતા કે અમારા વિસ્તારમાં આ ટ્રેન માટે જરા હૉલ્ટ આપો, તે ટ્રેન માટે હૉલ્ટ આપો. આજે દેશના ખૂણે-ખૂણેથી નેતાઓ મને પત્ર લખીને કહે છે કે વંદે ભારત અમારા વિસ્તારમાંથી પણ ચલાવવામાં આવે. આ વંદે ભારતનો ક્રેઝ છે. આ તમામ આયોજનો માટે હું ગોરખપુરના લોકોને અને દેશના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ગીતા પ્રેસની શતાબ્દી ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું

July 07th, 03:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ઐતિહાસિક ગીતા પ્રેસની શતાબ્દી ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું હતું અને ચિત્રમય શિવ પુરાણ ગ્રંથનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગીતા પ્રેસમાં લીલા-ચિત્ર મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી રામના ચિત્રને પુષ્પ અર્પણ કરીને વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રી 7-8 જુલાઈના રોજ 4 રાજ્યોની મુલાકાત લેશે અને લગભગ રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

July 05th, 11:48 am

7મી જુલાઈના રોજ, સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી રાયપુરમાં એક જાહેર કાર્યક્રમમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી લગભગ 2:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પહોંચશે, જ્યાં તેઓ ગીતા પ્રેસ ગોરખપુરના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે, ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ, લગભગ સાંજે 5 કલાકે, પ્રધાનમંત્રી વારાણસી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પીએમએ ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ કરવા પર શુભેચ્છા પાઠવી

May 03rd, 08:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસના 100 વર્ષ પૂર્ણ થવા પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ આધ્યાત્મિક વારસાને દેશ-વિદેશમાં લઈ જવાની પ્રકાશકની 100 વર્ષની યાત્રાને અતુલ્ય અને અવિસ્મરણીય ગણાવી હતી.