અમદાવાદ મેટ્રો પ્રોજેકટ ફેઝ-2 અને અને સુરત મેટ્રો પ્રોજેકટના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 18th, 10:30 am
ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતને ખૂબ જ મહત્વની ભેટ મળી રહી છે. દેશના બે મોટા વ્યાપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાનું કામ કરશે. ગઈકાલે જ કેવડિયા માટે નવા રેલવે માર્ગ અને નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદથી કેવડિયા સુધી જશે. આ શુભારંભ માટે હું ગુજરાતના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.પ્રધાનમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલનું ભૂમિપૂજન કર્યું
January 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મકાન અને શહેરી વિકાસ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાતમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ત્રણ મુખ્ય પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 24th, 10:49 am
અંબા માતાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા મહત્વના 3 પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. આજે કિસાન સૂર્યોદય યોજના, ગિરનાર રોપવે અને દેશની મોટી અને આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ ગુજરાતને મળી રહી છે. એક રીતે કહીએ તો, આ ત્રણેય શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યના પ્રતિક છે. આ તમામ માટે ગુજરાતના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન !પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ત્રણ મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
October 24th, 10:48 am
શ્રી મોદીએ ખેડૂતોને 16 કલાક વીજળી પૂરવઠો આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો છે. તેમણે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ પરિસરમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન પિડિયાટ્રિક હૃદયરોગની હોસ્પિટલ અને ટેલિ-કાર્ડિઓલોજી માટે એક મોબાઇલ એપ્લિકેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.