પ્રધાનમંત્રીએ આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
November 22nd, 03:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ગુયાનામાં ભારતીય સંસ્કૃતિને જાળવવામાં તેમના પ્રયાસો અને ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષ પણ ખૂબ જ વિશેષ છે કારણ કે આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતિ નિમિત્તે ઉજવી રહ્યાં છીએ.પ્રધાનમંત્રીએ સુરીનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
November 21st, 10:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે મુલાકા કરી હતી.પ્રધાનમંત્રીએ ગ્રેનાડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 10:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિકોન મિશેલ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 10:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ ભારતીય આગમન સ્મારકની મુલાકાત લીધી
November 21st, 10:00 pm
પ્રધાનમંત્રીએ આજે જ્યોર્જટાઉનમાં મોન્યુમેન્ટ ગાર્ડન્સ ખાતે ભારતીય આગમન સ્મારકની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુયાનાના પ્રધાનમંત્રી બ્રિગેડિયર (નિવૃત્ત) માર્ક ફિલિપ્સ પણ હતા. પ્રધાનમંત્રી દ્વારા આગમન સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરતાં તાસા ડ્રમ્સના એક સમૂહે તેમનું સ્વાગત કર્યું હતું. સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતાં, પ્રધાનમંત્રીએ ભારતીય ડાયસ્પોરાના સંઘર્ષ અને બલિદાન અને ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા માટેના તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યાં હતા. તેમણે સ્મારક પર બીલીપત્રનો છોડ રોપ્યો હતો.પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
November 21st, 09:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં ઐતિહાસિક પ્રોમેનેડ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે બાપુના શાંતિ અને અહિંસાના શાશ્વત મૂલ્યોને યાદ કર્યા જે માનવતાને સતત માર્ગદર્શન આપે છે. 1969માં ગાંધીજીની 100મી જન્મજયંતિની યાદમાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ ડોમિનિકાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 09:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રૂઝવેલ્ટ સ્કેરીટ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 09:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ બાર્બાડોસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 09:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી મિયા અમોર મોટલી સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાતે બંને નેતાઓને ભારત અને બાર્બાડોસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પુનઃ સમર્થન અને મજબૂત કરવાની તક પૂરી પાડી હતી.પ્રધાનમંત્રીએ ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત કરી
November 21st, 04:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલીએ 'એક પેડ મા કે નામ' આંદોલનમાં ભાગ લીધો
November 20th, 11:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં ‘એક પેડ મા કે નામ’ ચળવળમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ તેને સ્થિરતા માટે સહિયારી પ્રતિબદ્ધતા ગણાવી હતી.