પ્રધાનમંત્રીએ સ્વિટ્ઝર્લેન્ડનાં જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંમેલનનાં 76મા સત્રને સંબોધન કર્યું
May 21st, 06:35 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને વિશ્વ આરોગ્ય સંસ્થાને 75 વર્ષથી વિશ્વની સેવા કરવાનાં ઐતિહાસિક સીમાચિહ્નને પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે ડબ્લ્યુએચઓ ૧૦૦ વર્ષની સેવા સુધી પહોંચશે ત્યારે એ માટેનાં આગામી ૨૫ વર્ષ માટેનાં લક્ષ્યો નક્કી કરશે.ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 22nd, 03:34 pm
આજનો દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ પવિત્ર છે. 'હિન્દુ કેલેન્ડર'નું નવું વર્ષ આજથી શરૂ થયું છે. હું તમને અને તમામ દેશવાસીઓને વિક્રમ સંવત 2080ની શુભેચ્છા પાઠવું છું. આપણા વિશાળ, વૈવિધ્યસભર દેશમાં સદીઓથી વિવિધ કેલેન્ડર પ્રચલિત છે. કોલ્લમ કાળનું મલયાલમ કેલેન્ડર છે, તમિલ કેલેન્ડર છે, જે સેંકડો વર્ષોથી ભારતને તારીખનું જ્ઞાન આપી રહ્યું છે. વિક્રમ સંવત પણ 2080 વર્ષ પહેલાથી ચાલી રહ્યું છે. વર્ષ 2023 હાલમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં ચાલી રહ્યું છે, પરંતુ વિક્રમ સંવત તેના કરતાં 57 વર્ષ વહેલું છે. મને ખુશી છે કે નવા વર્ષના પ્રથમ દિવસે, ભારતમાં ટેલિકોમ, આઈસીટી અને સંબંધિત નવીનતાઓને લઈને એક મોટી શરૂઆત કરવામાં આવી રહી છે. આજે, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની એરિયા ઑફિસ અને માત્ર એરિયા ઑફિસ જ નહીં, એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરની અહીં સ્થાપના કરવામાં આવી છે. આ સાથે આજે 6G ટેસ્ટ-બેડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી સંબંધિત અમારા વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ઉર્જા આપવાની સાથે, તે દક્ષિણ એશિયા માટે, ગ્લોબલ સાઉથ માટે નવા ઉકેલો, નવી નવીનતાઓ પણ લાવશે. આ ખાસ કરીને અમારા એકેડેમિયા, અમારા ઇનોવેટર્સ-સ્ટાર્ટ અપ, અમારા ઉદ્યોગ માટે ઘણી નવી તકો ઊભી કરશે.પ્રધાનમંત્રીએ ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
March 22nd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું પણ અનાવરણ કર્યું અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કર્યું. તેમણે 'Call Before u Dig' એપ પણ લોન્ચ કરી. ITU એ સંયુક્ત રાષ્ટ્રની માહિતી અને સંચાર તકનીકો (ICTs) માટેની વિશિષ્ટ એજન્સી છે. ભારતે એરિયા ઓફિસની સ્થાપના માટે ITU સાથે માર્ચ 2022માં યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, અફઘાનિસ્તાન અને ઈરાનને સેવા આપશે, રાષ્ટ્રો વચ્ચે સંકલન વધારશે અને આ ક્ષેત્રમાં પરસ્પર ફાયદાકારક આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રી શ્રી 22મી માર્ચે ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
March 21st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઑફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરશે અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કરશે. તે 'Call Before u dig' એપ પણ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.Switzerland supports India's bid for Nuclear Suppliers Group
June 06th, 03:50 pm
PM Narendra Modi attends business meeting in Geneva
June 06th, 01:49 pm
PM Modi meets Swiss President, Johann Schneider Ammann
June 06th, 01:00 pm